ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે આ તોફાનની અસર તામિલનાડુ પાંડેચેરી અને ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે.
ભરશિયાળે ખેડૂતો ઉપર માવઠાનો કહેર વર્તાશે, અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઠંડી વચ્ચે માવઠાની સંભાવના છે ૩ ડિસેમ્બર થી વાતાવરણમાં અચાનક પલટો આવશે, ૪ ડિસેમ્બરથી ગુજરાતમાં માવઠું થશે. દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા નવસારી તાપી રાજપીપળા અંકલેશ્વર વાપી કપરાડા વાની બીલીમોરા વાસંદા વિસ્તારમાં માવઠું થશે.
રાજ્યમાં શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે ગુજરાતના શહેરોમાં રાત્રે તેમજ વહેલી સવારે ઠંડી જોવા મળી રહી છે નવેમ્બર મહીનો પુણૅ થય ગયો છે પરંતુ હજુ જેવી જોવે તેવી ઠંડી જોવા મળી રહી નથી. એવામાં અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાન અને ઠંડીની આગાહી કરતા જણાવ્યું હતું કે ૫ ડિસેમ્બર થી રાજ્યમાં ઠંડી નું જોર વધશે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. જ્યારે 4 ડિસેમ્બર બાદ વાદળો આવતા લઘુત્તમ તાપમાન ધીમે- ધીમે વધવા લાગશે. 8 થી 10 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી તાપમાન ઉચકાશે અને 15 થી 16 ડિગ્રી સુધી પારો જઈ શકે. તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.