નૈઋત્ય ચોમાસું તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ અરબીસમુદ્રમાં પ્રી મોનસૂનની ગતિવિધિ તેજ બની છે. જેના કારણે સમય કરતા વહેલું ચોમાસું ગુજરાતને ટચ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ બે દિવસથી રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેના કારણે બફારાથી લોકો બેહાલ બન્યા છે.
25થી 27 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાતના બનાસકાંઠા સુધીનાં તમામ વિસ્તારને આવરી લેશે
નૈઋત્ય ચોમાસને લઈ મહત્ત્વના સમાચાર મળી રહ્યાં છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. આગળ વધવા માટેનું હવામાન સાનુકૂળ છે. ચોમાસું સમય કરતાં વહેલું મુંબઈમાં અને ગુજરાતમાં પહોંચી શકે છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનને કારણે વરસાદ થવાનો છે. સાથે જ પ્રિમોન્સૂન એકિટવિટીની શરૂઆત થઇ છે. હવે ધીમે ધીમે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની તીવ્રતા વધતી જશે. 9 તારીખ સુધી ઘણી જગ્યાએ પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસરરૂપે ઝાપટાં પડશે. 10થી 13 તારીખ સુધીમાં વરસાદની માત્રા વધારે હશે. અરબ સાગરમાંથી જે ડીપ ડિપ્રેશન ગુજરાત પર આવવાનું છે,
તેના કારણે 10થી 13 તારીખમાં ગુજરાતમાં વરસાદ પડશે. તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વાવણીલાયક વરસાદ પણ થઈ શકે છે. ઉપરાંત ચોમાસના આગમન વિશે માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે,
ગુજરાતમાં વલસાડ જિલ્લાથી ચોમાસાની શરૂઆત વલસાડ અને ૭ થશે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં 13 અથવા 14 તારીખથી ચોમાસાની શરૂઆત થઈ શકે છે. આ વર્ષે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી હશે. ધોધમાર વરસાદ સાથે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે. 25થી 27 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાતના બનાસકાંઠા સુધીનાં તમામ વિસ્તારને આવરી લેશે.