હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂર પવન સેટ થવાનું ચાલુ થઈ જશે. આ સાથે તેમણે માવઠા અંગેની પણ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુ ટ્યુબ ચેનલ પર આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળે છે. પરંતુ ખેડૂત ભાઈઓએ ડરવાની જરૂર નથી. 7થી 9 ઓક્ટોબર દરમિયાન ગરમીને કારણે છૂટાછવાયા માવઠાના ઝાપટાં પડી શકે છે. આ દિવસોમાં જ્યાં પણ માવઠું પડશે ત્યાં એકદમ સામાન્ય અને છૂટાછવાયા ઝાપટાં હશે. ખેતીપાકોને નુકસાન થાય તેવા ઝાપટાંની શક્યતા નથી.
ઓક્ટોબર મહિનામાં આ તાપ રહેવાનો છે. પરંતુ આ મહિનામાં એક અસ્થિરતાને કારણે ગુજરાતમાં માવઠું થઈ શકે છે. આ માવઠું 15થી 20 ઓક્ટોબર વચ્ચે થવાની સંભાવના છે. તે પહેલા ખેડૂત મિત્રોએ પોતાનો ચોમાસું પાક સાચવી લેવો જોઈએ. અરબ સાગરમાં અસ્થિરતાને કારણે ગુજરામાં માવઠું થશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.
અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુ નજીક સાયક્લોનિક સરકયુલેશન હતું, તે મજબૂત બનીને લો પ્રેશર મા ફેરવાઈ ગયું છે.જે આગામી દિવસોમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં ધીમી ગતિએ આગળ વધશે, જે ડિપ ડિપ્રેશન સુધી મજબૂત બની શકે છે.આ સિસ્ટમ મજબૂત બની ‘દાના’ નામના વાવાઝોડામાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે પરંતુ આમાં ધણા ફેરફાર ની સંભાવના છે.