સૌરાષ્ટ્ર નજીક એક અપર એર સાયક્લોનિક સરકયુલેશન સક્રિય બન્યું છે અને ચોમાસું પણ બેસી ગયું છે જેના કારણે ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ વધી છે આજે ગુજરાતના ધણા જિલ્લામાં મધ્યમ ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે કચ્છ ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહે લી છે.
આજે આટલા વિસ્તારમાં ભારે વરસાદ
વહેલી સવારથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદ ની તીવ્રતા વધશે સાથે વિસ્તારમાં પણ વધારો થશે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી,ધારી, ગીર, ખાંભા, રાજુલા, ઊના, બગસરા, ભાવનગર, જેસર, મહુવા, તળાજા, પાલીતાણા, શિહોર, સાવરકુંડલા, જેતપુર, જસદણ, ગોંડલ, રાજકોટ, જામકંડોરણા, જુનાગઢ, વંથલી, સોરઠ પંથકમાં, વિસાવદર, કોડીનાર લીમડી, ગઢડા, રાણપુર, બોટાદ, જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, જામખંભાળિયા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે
જ્યારે પોરબંદર, કુતિયાણા, દ્વારકા, મોરબી, કુંડા, ધ્રોલ, ધ્રાંગધ્રા,ચુડા, લીમડી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાવૅત્રીક વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ,વાપી, કપરાડા,વાની, બીલીમોરા, વાસંદા, નવસારી, તાપી, ડાંગ,વધય,સુબીર, સુરત, બારડોલી,વ્યારા, સોનગઢ, ઉચ્છલ, ભરુચ, અંકલેશ્વર, નમૅદા, રાજપીપળા જોવા વિસ્તારમાં હળવા મધ્યમ ભારે વરસાદની આગાહી કરી છે.
કચ્છ ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ
મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, દહેગામ, ગોધરા, મહીસાગર, લુણાવાડા, દાહોદ, જિલ્લામાં, ખંભાત, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ઈડર, વડાલી, વિજયનગર, ખેડબ્રહ્મા, અને શામળાજીમાં, કડી, વડનગર, અરવલ્લી, મોડાસા જેવા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. તો કચ્છમાં રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ મુદ્રા, માંડવી જેવા વિસ્તારોમાં મધ્ય વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે આગામી 28 થી 4 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ની આગાહી કરી છે જેમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.