બંગાળની ખાડીમાં રેમલ વાવાઝોડું સર્જાયુ છે વાવાઝોડા ને કારણે પશ્વિમ બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વાવાઝોડા ને લય માહિતી આપી છે કે આ વાવાઝોડું ક્યાં અને ક્યારે ટકરાય શકે છે
બંગાળની ખાડીમાં બનેલ વાવાઝોડું 110 થી 130 કિમી પવન ની ઝડપે ટકરાય તેવી શક્યતા છે હવામાન વિભાગે 26 થી 27 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટીય જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
રેમલ વાવાઝોડું: હવામાન વિભાગના જણાવ્યા મુજબ, તમિલનાડૂ, પુડુચેરી, કરાઈકલમાં 25-29 મેની વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા છે. કેરલ, માહે, તટીય આંધ્ર પ્રદેશ, યનમ, તટીય કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. છત્તીસગઢમાં 25 અને 26 મે, ઝારખંડમાં 25 થી 28 મે, બિહારમાં 26 થી 28 મે, ઉત્તરાખંડમાં 25 થી 29 મે દરમિયાન વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગે ચોમાસાની અપડેટ્સ આપતાં જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગમાં આગળ વધી ગયું છે. કેરલમાં 4 દિવસ વહેલું આવવાની શક્યતા છે 27-28 તારીખે કેરલમાં એન્ટ્રી થઈ જશે તેવું અનુમાન છે.
26 થી 2 જુનમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાનું આગમન પહેલાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી શરું થય જાશે, જેમાં આજથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી શક્યતા છે તો અમુક જગ્યાએ હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. સાથે જ પ્રિ મોન્સુન એક્ટિંવીટી નો વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે.
29,30,31 તારીખે વરસાદની આગાહી
ગુજરાતમાં અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, બોટાદ, જામનગર જિલ્લામાં તો વલસાડ, નમૅદા, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ જિલ્લામાં અને કચ્છમાં નલિયા,મુડ્રા, માંડવી,રાપર તાલુકામાં વરસાદી માહોલ જામશે તેવી શક્યતા છે.