Heavy rain:આજ રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક સ્થળો ગાજવીજ સાથે મધ્યમથી સારો વરસાદ જોવા મળી શકે છે. અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે
18 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
આજે 18 તારીખે ગુજરાતના ધણા વિસ્તારમાં ગાજવીજ સાથે મધ્યમ થી ભારે વરસાદની સંભાવના છે જેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, વલસાડ, નમૅદા, ડાંગ અને તાપી જિલ્લામાં મધ્યમ થી ભારે વરસાદની સંભાવના છે જ્યારે જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, સુરત, ભરૂચ, નવસારી, અમદાવાદ,ખેડા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહીસાગર જેવા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે.
19 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં 19 તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, નમૅદા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, બોરસદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ, જામનગર અને કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
નૈઋત્યનું ચોમાસું આગામી ૪ દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગીય પશ્ચિમ ભંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ ભંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસુ વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધી શકે છે અને ગુજરાતમાં 20 થી 30 જુનમાં વાવણી લાયક વરસાદ નોધાશે. હાલ સાવૅત્રીક વરસાદની સંભાવના નથી પરંતુ આગામી દિવસોમાં ચોમાસું આગળ વધી ને ગુજરાતના તમામ વિસ્તારોને આવરી લે તેવી શક્યતા છે.