આજે ગુજરાતના 14 જિલ્લામાં વરસાદની આગાહી, રાજસ્થાન લાગું વિસ્તારમાં એક UAC બનેલ છે જેની અસર ને કારણે ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી નો વરસાદ પડી રહ્યો છે આગામી 20 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના છે તો અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની સંભાવના રહે લી છે હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
આજે 17 જુને ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
આજે 17 જૂનના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ, પૂર્વના જિલ્લામાં વરસાદની સંભાવના છે જેમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, જામનગર, કચ્છ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નમૅદા, દાહોદ તેમજ ઉત્તર ગુજરાતના એકાદ બે વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
18 જુને ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે આગામી 20 તારીખ સુધી વરસાદની સંભાવના છે વરસાદ અને વિસ્તારમાં વધારો જોવા મળી રહ્યો છે 18 તારીખે ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
20 તારીખ બાદ ચોમાસું સક્રિય
અરબ સાગરના કરંટની વાત કરીને તો 20 તારીખ પછી ચોમાસું રાજ્યના લગભગ મોટાભાગના વિસ્તારોને આવરી શકે છે. આ દરમિયાન સારા વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું બહુ મોડું નથી, ખેડૂતોએ ચિંતા કરવાની જરુર નથી. આગામી દિવસોમાં ચોમાસું સારું રહેવાની આગાહી પણ તેમણે કરી છે. 20 થી 30 જુનમાં ગુજરાતમાં સારા વાવણી લાયક વરસાદની સંભાવના છે.