રાજ્યમાં ઘણા ભાગોમાં સારા વરસાદી રાઉન્ડ જોવા મળી રહ્યા છે. આજે દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડશે . આજે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર દક્ષિણ મધ્ય પૂર્વ સહિત ગુજરાતના અનેક ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.
30 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
આજે વહેલી સવારથી ધણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે દિવસ દરમિયાન ભાવનગર રાજકોટ બોટાદ અમરેલી જુનાગઢ જામનગર દ્વારકા પોરબંદર સુરેન્દ્રનગર જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે ગીર સોમનાથ મોરબી જેવા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે જ્યારે બાકીના લાગું વિસ્તારમાં ડાંગ તાપી નમૅદા દમણ અને દાદરા અને નગર હવેલી સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસશે. મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા દાહોદ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં ઝાપટાં પડી શકે છે.
ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં બનાસકાંઠા અરવલ્લી રાજસ્થાન બોર્ડર લાગું વિસ્તારમાં સારા વરસાદની સંભાવના છે જ્યારે મહેસાણા પાટણ સાબરકાંઠા ઈડર ખેડબ્રહ્મા બેચરાજી કડી વડનગર પાલનપુર ડીસા થરા ભાભર વિજયનગર જેવા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે. કચ્છમાં ખાસ કોઈ સંભાવના નથી પરંતુ કોઈક જગ્યાએ હળવા વરસાદની સંભાવના છે.
બંગાળની ખાડીમાં નવું લોપ્રેસર સર્જાશેઃ હવામાન નિષ્ણાંતોની આગાહી
આગામી તા. ૬-૭ જૂલાઇ આસપાસ બંગાળની ખાડીમાં નવું લો- પ્રેશર બનશેઃ સંભવત્ ગુજરાતને અસરકર્તા રહેશેઃ પરંતુ રૂટ હજુ ફાઈનલ ન ગણાયઃ હાલમાં વરસાદનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે તે હજુ ચાલુ જ રહેશે.. પૂર્ણ થવાનો નથી: ટોચના હવામાન નિષ્ણાંતોએ આજે ‘અકિલા’ને જણાવ્યું હતું.