આદ્રા નક્ષત્રનો પ્રારંભ 21/06/2024
સૂર્ય નારાયણનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ શેઠ સુદ 14ને શુક્રવાર તારીખ 21/06/2024 ના રોજ થશે. સૂર્યનારાયણ રાત્રે 12 વાગીને 18 મિનિટે આદ્વા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આદ્રા નક્ષત્રનું વાહન મોર છે.
22 જૂનથી સૂર્યના આર્દ્રામાં પ્રવેશ સાથે ચોમાસું પ્રારંભ: 2024માં વર્ષાઋતુ હાથી પર સવાર થઈને આવશે, 41 વૃષ્ટિયોગમાં 95%થી 100% વરસાદની આગાહી.
21 જૂને મોડી રાત્રે 12.05 કલાકે સૂર્ય નક્ષત્ર બદલીને આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આર્દ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ હવામાનમાં પરિવર્તન લાવશે અને લોકોના જીવન પર પણ એની મોટી અસર પડશે. વાસ્તવમાં દર વર્ષે ગ્રહોના રાજા સૂર્ય અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની નવમી તિથિએ આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સૂર્ય અાર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે પૃથ્વી રજસ્વલા થાય છે. આ સમય બીજ વાવવા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. ગ્રહો અને તારાઓની આ સ્થિતિને કારણે 41 થી 52 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.
આ વખતે નવતપાનો સમયગાળો લોકો માટે ખૂબ જ મુશ્કેલીભર્યો રહ્યો. આકરી ગરમીને કારણે ચારેબાજુ અરાજકતા જોવા મળી. આવી સ્થિતિમાં હવે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. દરેકની નજર પ્રી-મોન્સૂન પર ટકેલી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, કેરળમાં ચોમાસું આવી ગયું છે. આવી સ્થિતિમાં હવે આપણે જાણીએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ ક્યારે શરૂ થશે. આર્દ્રા નક્ષત્રમાં સૂર્યના પ્રવેશ સાથે એનો શું સંબંધ છે? કયા દિવસથી ભારે વરસાદની શરૂઆત થશે?
2024માં વરસાદનું વાહન હાથી ભારે વરસાદ લાવશે
આ વખતે 22મી જૂનથી વરસાદની સિઝન શરૂ થઈ રહી છે. પંચકમાં સૂર્યના આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે પ્રારંભ થશે. જ્યોતિષશાસ્ત્ર આગાહી કરે છે કે 5 ગ્રહ સૌમ્ય અને જળ માર્ગમાં હોવાને કારણે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે સારો વરસાદ થશે તેમજ હાથી વરસાદનું વાહન હોવાના કારણે સારો વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદની સંભાવનાને કારણે પૂરની પણ સંભાવના છે. 30 જૂનથી ભારે વરસાદ પડશે અને 14 સપ્ટેમ્બર પછી રાહત થશે.
21 થી 30 જુનમાં સાવૅત્રીક વરસાદ
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે હવે ધીરે ધીરે આગળ વધશે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની સંભાવના 23 થી 30 જુનમાં છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડી શકે છે આદ્રા નક્ષત્રમાં ભારે વરસાદની આગાહી કરી છે આજથી વરસાદની ગતી વિધિઓ વધશે.