પરેશ ગૌસ્વામીની આગાહી
પરેશ ગૌસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે અરબી સમુદ્રમાં સિસ્ટમ મજબૂત થવાની હતી જે સિસ્ટમ ડિપ્રેશન સુધી મજબૂત બની હતી. અત્યારે ઓમાન તરફ આગળ વધી રહી છે અને ગુજરાતથી ધણી દુર છે પરંતુ આ સિસ્ટમની લેયરો વધુ સ્ટ્રોંગ હતી જેને કારણે ગુજરાતમાં માવઠું જોવા મળ્યું છે. પરેશ ગૌસ્વામીએ હજુ બે દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
22 તારીખે આટલા વિસ્તારમાં માવઠું
આજથી વરસાદની માત્રામાં અને વિસ્તારમાં ધટાડો આવશે પરંતુ દરીયા કિનારાના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર સોમનાથ કોડીનાર માણાવદર કેશોદ વિસાવદર જુનાગઢ ભાણવડ ઉપલેટા જસદણ જેતપુર ધોરાજી ગોંડલ રાજકોટ પોરબંદર દ્વારકા ખંભાળિયા જામજોધપુર લાલપુર ધ્રોલ કાલાવડ જામનગર અમરેલી જિલ્લામાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી જિલ્લામાં હળવા છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે. બાકીના વિસ્તારોમાં હવેથી વરાપ જોવા મળશે તેવી શક્યતા છે
આ સાથે 23 તારીખે થી વરસાદ વિરામ લેશે તેવું અનુમાન પરેશ ગૌસ્વામીએ લગાવ્યું છે, સાથે બંગાળની ખાડીમાં બનવા સિસ્ટમ વિશે માહિતી આપી હતી જેમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય બનશે અને 24,25 તારીખે વાવાઝોડાની કેટેગરીમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે પરંતુ ગુજરાતમાં આ વાવાઝોડની અસર નહીં થાય તેવી શક્યતા છે.એટલે કોઈ ખેડૂત ભાઈઓ ને ડરવાની જરૂર નથી.
વધુમાં જણાવ્યું હતું કે હવે ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ ના પવનો (ભુલ પવન)શરું થશે, આગામી 25,26 ઓક્ટોબરમાં ગુજરાતમાં શિયાળું પવનની શરુઆત થઈ જાય છે અને પવનની ગતિ માં વધારો થશે તેવું અનુમાન છે, તો તાપમાન અત્યારે 33 થી 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, આગામી 5 નવેમ્બર સુધી ગરમીમાં અંને બફારામાં રાહત મળે તેવી શક્યતા દેખાઈ રહી નથી.