મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમવર્ષા થઈ અને ઉત્તર તરફના પવનો આવવાના કારણે ગુજરાતનું લઘુતમ તાપમાન ગગડ્યું છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, ફરીથી પવનની દિશા બદલવાના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે. રાજ્યમાં ઉત્તરપૂર્વ – પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે મોટા ભાગના શહેરોનું મહત્તમ તાપમાન 26થી 31 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે
ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન વધી શકે છે. મંગળવારથી એટલે 17થી 26 ડિસેમ્બરમાં દિવસના ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 26થી 28 ડિગ્રી આસપાસ, મધ્ય ગુજરાતમાં 28થી 30 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 28થી 31 ડિગ્રી, સૌરાષ્ટ્રના ભાગમાં 26થી 30 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. કચ્છમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે.”
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ડિસેમ્બરના એન્ડમાં ફરી ઠંડીનું જોર વધશે. 26 ડિસેમ્બર બાદ ફરી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે, ડિસેમ્બરના એન્ડમાં ઠંડી પડશે. અને જાન્યુઆરીની શરૂઆતમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે. જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 14 જાન્યુઆરી બાદ હવામાનમાં મોટા પલટા આવશે.
26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી દરમ્યાન વાતાવરણમાં પલટો આવશે. બંગાળનાં ઉપસાગરમાંથી આવતા ભેજનાં લીધે રાજ્યમાં ઝાપટા પડી શકે છે.તે ઉપરાંત ૨૨ ડીસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારોમાં જોવા મળશે તેવી શક્યતા છે. આ સાથે પશ્ચિમી વિક્ષોશ ને કારણે 26 ડીસેમ્બર થી ગુજરાતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે જેના કારણે ગુજરાતમાં ફરી ૫-૭ ડીગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નીચું જય શકે છે.