રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે. ફેબ્રુઆરીના મધ્યમાંથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ચારથી પાંચ ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ પહોંચ્યું છે અને લઘુતમ તાપમાન વધીને 15 થી 20 ડિગ્રી આસપાસ નોંધાયું છે. વહેલી સવારે ઠંડા પવનોને કારણે ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે બપોર થતા જ ગરમીનો અહેસાસ થવા લાગે છે. જોકે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું જેના કારણે છેલ્લા 24 કલાકથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરથી પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદ તેમજ મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે.
22 થી 28 ફેબ્રુઆરી સુધીની આગાહી કરતા જણાવેલ કેપવન મુખ્યત્વે પશ્ચિમ ઉતર, અને ઉતર પશ્ચિમના ફૂંકાશે. પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. જેમાં એકાદ બે દિવસ ૧૦ થી ૨૦ કિ.મી.ના ફુંકાશે. આગાહી સમયના ઘણા દિવસોમાં આકાશમાં છુટા છવાયા વાદળો થશે.
કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તા.૨૭, ૨૮ના ઝાકળની શક્યતા છે. બાકી અમુક દિવસો કચ્છ તરફ ઝાકળની સંભાવના છે. તા.૨૧ થી ૨૪ મહતમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. જેની રેન્જ ૩૪ થી ૩૬ વચ્ચે રહેશે. તા.૨૫ થી ૨૭ દરમ્યાન તાપમાનમાં એકાદ બે ડીગ્રીનો વધારો થશે. જેની રેન્જ ૩૫ થી ૩૮ ડીગ્રીની રહેશે.
માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ હવામાનમાં મોટા ફેરફાર થશે. આ વખતે લા નીનાની અસર લગભગ કદાચ એપ્રિલ મહિના સુધી રહી શકે અને લા નીના ન્યુટ્રલ કન્ડિશન બની છે તે પછી જ ખ્યાલ આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કોઈ કોઈ ભાગમાં વાદળછાયું અથવા તો છાંટા પડવાની શક્યતાઓ રહેશે. 24 ફેબ્રુઆરીના ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે હવામાનમાં પલટો આવશે.