કપાસની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં અને રૂ ની બજાર વધી હોવાથી કપાસમાં પણ મણે રૂ.૧૮૦થી ૨૦ વધ્યાં હતાં. ગુજરાતમાં રૂની આવકો છ હજાર ગાંસડીની થઈ હતી, જયારે ઓલ ઇન્ડિયા ૧૭ હજાર ગાંસડીની આવક થઈ હતી. આવકો હવે નવી સિઝન સુધી આવી. જ રહે તેવી ધારણા છે. સપ્ટેમ્બર મહિનાથી કપાસની થોડીક ક્યાંય દેખાય તેવી ધારણાં છે. કપાસની બજારમાં આગળ ઉપર નવી સિઝનમાં કોપ કેવો આવે છે.
તેનાં ઉપર બજારનો આધાર રહેલો વધારે જોવા મળી બજારમાં નાણાકીય કટોકટી પણ વધારે જોવા મળે તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર ની ૫ થી ૭ ગાંસડી ની આવકો હતી. અને ભાવ ભાવ રૂ.૧૪૫૦ થી ૧૫૫૦ હતા. લોકલ ૩૫ ટકા કંડીશનના કપાસના ભાવ રૂ.૧.૫૦૦થી ૧૫૦ હતા. રાજકોટમાં કપાસની 3000 મણની આવક હતી અને ભાવ ૧૫જીમાં રૂ.૧૫00થી 1200. ગ્રેડમાં રૂ.૧૫૯૦થી ૧૫૪૦ અને સી ગ્રેડમાં રૂ.૧૩૫૦થી ૧૪૨૦ હતા.
૨૦૨૩-૨૪ની મોસમનો આરંભ ઓકટોબર-૨૦૨૩માં થયો હતો અને એ વખતે પાછલી મોસમનો સિલ્લક સ્ટોક ૨૮ લાખ ૯૦ લાખ ગાંસડીનો નોંધાયો હતો જે આંકડો પાછલી મોસમના આરંભ વખતે ૨૪ લાખ ગાંસડી નોંધાયો હતો. વર્તમાન મોસમમાં આયાતનો અંદાજ ૧૨ લાખ ૫૦ હજાર ગાંસડીથી વધી ૧૬ લાખ ૪૦ હજાર ગાંસડી થતાં તથા ૩૧૭ લાખ ૭૦ હજાર ગાંસડીના પાકનો અંદાજ ઉમેરતાં ૨૦૨૩-૨૪ની વર્તમાન રૂ મોસમમાં દેશમાં આયાત સાથે રૂનો કુલ ઉપલબ્ધ પુરવઠો આશરે ૩૬૩ લાખ ગાંસડી રહેવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
આ આંકડો પાછલી મોસમમાં ૩૫૫ લાખ ૪૦ હજાર ગાંસડીનો નોંધાયો હતો. દેશમાં કપાસના વાવેતર હેઠળનો વિસ્તાર જો કે ઉંચો રહ્યો છે છતાં તેની સરખામણીએ રૂના ઉત્પાદનમાં તેટલા પ્રમાણમાં વૃદ્ધી થતી નથી તથા આ માટે હેકટરદીઠ રૂની નીચી પેદાશ-ઉપજ જવાબદાર હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. નવા બિયારણો વિકસાવાય તો આ બાબતમાં ફેરફારો મેળવી શકાય તેમ છે. એવી ગણતરી બજારમાં બતાવાઈ રહી છે.