ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન કપાસના ભાવ 1400-1500 રૂપિયા ખેડૂતોને મળતા હતા. પરંતુ આ વર્ષે કપાસના ભાવ ખેડૂતોને 1500-1700 રૂપિયા મળી રહ્યા છે. આ વર્ષે વાવાઝોડું અને માવઠાને કારણે કપાસ તેમજ અન્ય પાકોમાં ભારે નુકસાન થયું છે. માવઠા અને વાવાઝોડાના કારણે મગફળી, ડુંગળી જેવા પાકોને ખુબ નુકસાન થયું છે. મોટા ભાગના વિસ્તારોમાં કપાસની એક થી બે વીણી થઇ ગઈ છે. હવે સરેરાશ સારી ક્વોલીટીનો કપાસ બજારમાં ઠલવાઈ ગયો છે
હવે લાભપાંચમ થી માર્કેટ યાર્ડો ખુલશે એટલે મોટાં ભાગના કપાસની આવકો થય જશે, અને બીજી બાજુ હવે જે કપાસ માર્કેટ માં આવશે તે નબળી ક્વોલિટી અને મધ્યમ માલ હશે, આવકો વધતાં કપાસની બજારમાં થોડો ધટાડો આવવાની શક્યતા છે.
આ વર્ષે પ્રતિમણે 2 હજાર રૂપિયા મળવાની અપેક્ષા હતી, મે મહિનાથી કપાસનો ભાવ 1500 રૂપિયાની આસપાસ રહ્યો છે. નિકાસ કરતા આયાત વધી જેના કારણે કપાસ બજાર સ્થિર રહેશે, કોરોનાકાળ બાદ કાપડબજારમાં મંદી તેમજ રશિયા-યુક્રેન યુદ્ધ પણ કારણભૂત, ચીન પાસે પણ કપાસનો પૂરતો સ્ટોક અને ઓપન બજારમાં વૈશ્વિક માગ ઘટી છે.
આ વર્ષ ની વાત કરીએ તો ઉત્પાદન ઓછું થવાની શક્યતા રહે લી છે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની માંગ વધુ છે જેની અસર ગુજરાતમાં જોવા મળશે, કોટન વાયદો અત્યારે ૫૫૫૦૦ ચાલી રહ્યો છે આગામી દિવસોમાં કોટન વાયદો માં તેજી આવશે, સાથે અત્યારે ૧૬૦૦ કપાસના ભાવ ચાલી રહ્યા છે તેમાં પણ વધારો થાય તેવી શક્યતા છે.આ વર્ષ ખેડૂતો ને ૧૮૦૦ સુધી ભાવ મળે તેવી શક્યતા છે.