અત્યારે ધણા દિવસથી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થય રહી છે ઉત્તર ભારતમાંથી ઠંડા પવનો ગુજરાતમાં આવી રહ્યા હતા જેથી ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળ્યો હતો. અત્યારે ગુજરાતમાં તાપમાન થોડું ઊંચું જોવા મળી રહ્યું છે જેના કારણે ઠંડીમાં થોડો ધટાડો થયો છે એવામાં હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ફરી માવઠાની આગાહી કરી છે.
પરેશ ગૌસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે જેના કારણે ૧૮ થી ૨૩ જાન્યુઆરી વચ્ચે એક માવઠાની સંભાવના છે આ માવઠું થાય બાદ પણ ગુજરાતમાં કડકડતી ઠંડી યથાવત રહેશે, સાથે ફેબ્રુઆરી દરમિયાન પણ ગયા વર્ષ કરતાં વધુ ઠંડી ૨૦૨૫ માં જોવા મળશે. પરેશ ગૌસ્વામીએ વધુમાં ખેડૂત ને જણાવ્યું હતું કે માર્ચ મહિનાની ૫ થી ૧૦ તારીખ પછી ઉનાળું વાવેતર કરવું હીતાવહ રહેશે.
મકરસંક્રાંતિ સુધી પવનની ગતિ વધવાની શક્યતા છે અત્યારે પવનની ગતિ ૧૦ થી ૧૫ કીમી પ્રતી કલાકની ઝડપે પવન ફૂંકાશે, આગામી દિવસોમાં પવનની ગતિ ૧૫ થી ૨૦ ની રહેવાની સંભાવના છે.