તલ સફેદ અને કાળા તલની બજારમાં સ્થિરતા
સફેદ તલની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતા અને શોર્ટક્સ તલનો ભાવ કિલોનો રૂ.૧૩૭થી ૧૪૧ની વચ્ચે ક્વોલિટી ટકી રહ્યો છે. સફેદ તલમાં અત્યારે સાથે તલ ઓછા હોવાથી તેના ભાવ રૂ.૧૪૦ની ઉપર જ ક્વોટ થાય છે. આગામી દિવસોમાં તલની તલની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.
તલની આવકો અત્યારે ચાર થી પાંચ હજાર બોરીની વચ્ચે આવે છે વાતાવરણ ખુલ્લું થયા બાદ આવકમાં થોડો વધારો થાય તેવી શક્યતા છે. પરંતુ આવકો મોટા પ્રમાણમાં આવે તેવી ધારણા ઓછી છે.તલની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. પરીણામે ડોમેસ્ટિક ઉપર જ આધાર રહેલો છે.
સફેદ તલની બજારમાં ઉઘાડ નીકળા બાદ થોડી આવક વધી શકે, પરંતુ બહું નહી વધે…
તલની બજારમાં સાઉથ કોરિયાનું તલનું ટેન્ડર આ મહિનામાં આવે તેવી શક્યતા છે અને જો આ ટેન્ડર વહેલું આવે તો ભારતનો ઓર્ડર વધારે મળી શકે છે જો મોટું ટેન્ડર આવ્યું તો પાકિસ્તાનનો નવો ક્રોપ આવી જશે અને તેના તલ વધારે જાય તેવી શક્યતા છે.