કાળા તલની બજારમાં ઘટાડાને બ્રેક લાગી હતી અને સફેદ તલના ભાવ સ્ટેબલ રહ્યાં હતા. તલની બજારમાં હાલ ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોતી અને વેચવાલી આવે આગામી દિવસોમા બજારમાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
કાળા તલની બજારમાં આ સપ્તાહમાં બે તરફી વધઘટ જોવા મળે તેવી સંભાવનાં છે. કાળા તલની બજારમાં આ ભાવથી હવે તેજુ થાય તેવી સંભાવના નથી અને બજારો થોડા નીચા આવે તેવી સંભાવના દેખાય રહી છે.
રાજકોટમાં સફેદ તલની ૧૦૦૦ કટ્ટાની આવક હતી અને યાર્ડમાં કુલ ૧૫૦૦ કટ્ટા પેન્ડિંગ પડયાં છે. ભાવ મિડીયમ હલ્દમાં રૂ.૧૮૦૦થી १८००, બેસ્ટ હલ્દમાં રૂ.૧૮૦૦થી ૨૦૦૦ અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂ.૨૩૦૦થી ૨૩૫૦ હતા. રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.૫૪૦૦થી ૫૫૦૦, ઝેડ બ્લેકમાં રૂ.૪૮૦૦થી ૫૩૦૦ અને એવરેજ ભાવ રૂ.૩૫૦૦થી ૪૬૦૦ હતા. રાજકોટમાં ૧૦૦ બોરીની આવક હતી.
કાળા તલનાં બજાર ભાવ
આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૩૭૦૦ થી ૫૬૫૬ બોલાયા હતા, અમરેલી માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૩૦૦૦ થી ૬૦૧૫ બોલાયા હતા, સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૪૯૦૨ થી ૪૯૦૩ બોલાયા હતા, ગોંડલ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૩૫૦૧ થી ૫૫૦૧ બોલાયા હતા.
બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૩૩૨૫ થી ૪૯૩૦ બોલાયા હતા, ધોરાજી માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૨૦૦૦ થી ૩૪૧૧ બોલાયા હતા, જામજોધપુર માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૩૨૦૦ થી ૪૫૯૧ બોલાયા હતા, જસદણ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૪૬૫૦ થી ૪૬૫૧ બોલાયા હતા.
વિસાવદર માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૪૦૦૦ થી ૪૭૦૦ બોલાયા હતા, મોરબી માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૨૪૩૦ થી ૪૩૬૦ બોલાયા હતા, ભચાઉ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૩૫૦૦ થી ૪૩૫૦ બોલાયા હતા, પાલીતાણા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૨૯૦૦ થી ૫૧૦૦ ભાવ બોલાયા હતા.