હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ગુજરાતમાં વધુ એક સિસ્ટમની આગાહી વ્યક્ત કરી છે. જેમાં જણાવ્યું છે કે, 17 અને 18 સપ્ટેમ્બર એક સિસ્ટમ સક્રિય થશે અને 22 સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ બનશે. જેના કારણે 23 થી 230 સપ્ટેમ્બરના રાજ્યના જુદા જુદા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, હજુ વરસાદ ગયો નથી. આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા પણ રહેલી છે.
પરેશ ગૌસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના એડમા સારા વરસાદની સંભાવના છે જેમાં 60 થી 70 ટકા વિસ્તારમાં વરસાદ પડી શકે છે જેમાં મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સારો વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
આ સાથે પરેશ ગૌસ્વામીએ ઓક્ટોમ્બર મહિનામાં પણ છુટાછવાયા વિસ્તારમાં વરસાદ શરૂ રહેશે તેવી આગાહી કરી છે ચોમાસું 18 ઓકટોબર આસપાસ ગુજરાતમાંથી વિદાય લેશે, પરંતુ 3 થી 10 ઓક્ટોબરમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સાથે દિવાળી ઉપર માવઠાની સંભાવના પણ પરેશ ગૌસ્વામીએ વ્યક્ત કરી હતી.
24,25,26,27 સપ્ટેમ્બરમાં વરસાદ
દાહોદ ગોધરા મધ્યપ્રદેશ બોર્ડર લાગું વિસ્તારો છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર નમૅદા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા અરવલ્લી જિલ્લામાં મધ્ય થી ભારે વરસાદની સંભાવના છે ભાવનગર અમરેલી જુનાગઢ બોટાદ જામનગર દ્વારકા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે બાકીના વિસ્તારોમાં અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે.