કાશ્મીરમાં આ સિઝનની સૌથી ભારે હિમવર્ષાને કારણે જનજીવન ખોરવાયું હતું. શ્રીનગર-લેહ હાઇવે બંધ કરી દેવાયો હતો. ઉત્તરાખંડમાં હિમવર્ષા અને વરસાદને કારણે પારો ઘણો નીચે સરક્યો હતો. ગુજરાતમાં ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો છે. તો બીજી બાજુ આબુમાં ઠંડીનો પારો માઈનસ ચાર ડિગ્રી પહોંચી ગયો છે. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી હતી.
તા.૩૧ ડીસેમ્બરથી ૬ જાન્યુઆરી ૨૦૨૫ સુધીની આગાહી કરતાં જણાવેલ કે તા.૬ જાન્યુઆરી ૨૦૨૫ના ઉતર ભારતમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ આવશે. પવનો મુખ્યત્વે ઉતર પુર્વના ફુંકાશે. ૩ જાન્યુઆરી સુધી પવનની ઝડપ સામાન્ય રહેશે.
તા.૪ થી ૬ જાન્યુઆરી દરમ્યાન પવનની ઝડપ ૫ થી ૧૫ કિ.મી.રહે તેવી ધારણા છે. તા.૪-૫ જાન્યુઆરીના અમુક સમયે પશ્ચિમ પવન જોવા મળશે. મોટા ભાગના દિવસોમાં આકાશ ચોખ્ખુ રહેશે. તા.૪-૫ના ભેજનું પ્રમાણ વધુ રહેવાનું હોય કચ્છ બાજુ સામાન્ય ઝાંકળની શકયતા છે.
મોટા ભાગના ગુજરાતમાં નોર્મલ તાપમાન ૧૧ થી ૧૩ ડીગ્રી ગણાય. કચ્છ અને ઉતર ગુજરાતમાં ૧૧ ડિગ્રી નોંધાશે. ૩૧ ડીસેમ્બર અને ૧ જાન્યુઆરીના ન્યુનતમ તાપમાનમાં એક થી બે ડીગ્રીનો વધારો જોવા મળશે. તા.ર થી ૪ જાન્યુઆરી દરમ્યાન વધુ એકથી બે ડીગ્રી તાપમાન વધશે. જયારે તા.૫ અને ૬ જાન્યુઆરીના રોજ ન્યુનતમ તાપમાન માં ૩ થી ૫ ડીગ્રીનો ઘટાડો થશે. ત્યારે ન્યુનતમ તાપમાન ફરી ૯ થી ૧૧ ડીગ્રી જોવા મળ-શે.