ગુજરાતમાં આંધી -વંટોળ સાથે વરસાદ ત્રાટકશે, ચોમાસા પહેલા બે વાવાઝોડા સજાૅશે, અંબાલાલ પટેલની આગાહી
ચોમાસાના આગમની તારીખ જાહેર થતાં ખેડૂતો ખેતરમાં કામગીરી અને વાવણીની તૈયારી કરવામાં લાગી જાય છે. જોકે, ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલા વાવાઝોડું સક્રિય થતું હોય છે. જેના કારણે ચોમાસાની પેટર્નને ખોરવી નાખતું હોય છે.
25 થી 2 જુનમાં વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 26 મે સુધી ભંયકર ગરમી પડવાની આગાહી કરી છે અને 26 થી 2 જુન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 23 થી 30 મે વચ્ચે બંગાળી ખાડીમાં ભંયકર ચક્રવાત સજાૅશે. તેવી આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી 26 મે સુધી ગુજરાતના ખેડૂતો ને ગરમી માંથી કોઈ રાહત નહીં મળે. આ સમય દરમિયાન રોહીણી નક્ષત્રમાં વરસાદ પડશે જેને કારણે ગરમી માંથી સામાન્ય છુટકારો મળશે તેવી શક્યતા છે. આ સાથે મે મહિનાના એન્ડમા પવનની ગતિમાં વધારો થશે. તેવું અનુમાન છે.
બે ચક્રવાત સજાૅશે
26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે આ સાથે તે વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે ચક્રવાત ની અસર ગુજરાત અમુક અનશે જોવા મળશે વરસાદ રૂપી તેવી ધારણા છે. 10 જૂન દરમિયાન અરબ સાગરમાં પણ ચક્રવાત સજાૅશે તેવી શક્યતા છે આ અરસામાં આંધી -વંટોળ ની ગતિવિધિઓ પણ વધશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી હતી.