ગુજરાતમાં શિયાળાએ દસ્તક આપી દિધી છે આ સાથે સવાર સાંજ ધુમ્મસ જોવા મળી રહી છે ગુજરાતમાં હજુ ઠંડીમાં વધારો થશે , અત્યારે ધણા બધા જિલ્લામાં તાપમાન 18 નીચે આવી ગયું છે ત્યારે કડકડતી ઠંડી અને માવઠાને લયને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
બંગાળના ઉપસાગર 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે.
અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળશે. રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે અને દિવસો ગરમ રહેશે. દક્ષિણ મહારાષ્ટ્રમાં 24 કલાક પછી હળવો વરસાદ શરૂ થઈ શકે છે.
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં તાપમાન 10 ડીગ્રી સેલ્સિયસ આસપાસ આવી શકે છે તો 19 ડીસેમ્બર થી ગાત્રો થીજવતી ઠંડી પડશે તેવું અનુમાન છે. આ વર્ષ શિયાળો લાબો ચાવશે અને માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ માવઠાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.