જૂન્માષ્ટમીના તહેવારોનો ઉમંગ છવાયો છે ત્યારે પ્રભુ કૃષ્ણના જન્મનેવધાવવા વર્ષારાણી પણ થનગની રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અમુક વિસ્તારોમાં ૨૯મી સુધી ભારે વરસાદની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ ગૌરવ રાણીંગાએ કરી છે. આગાહી મુજબ બંગાળની ખાડીમાં અપર સાયકલોનીક સીસ્ટમ્સ બની રહી છે. જેનાથી
બંગાળની ખાડીમાં નવી સીસ્ટમ બની જે જુની સીસ્ટમ્સ સાથે જોડાઇ અપર સાયકલોનીક સીસ્ટમ્સ બનશે : કચ્છના અખાત, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ,દેવભૂમિ દ્વારકા, જામનગર તથા પોરબંદર જીલ્લાઓમાં વરસાદ ખાબકશે.
આજે સમગ્ર રાજયમાં હળવાથી ભારે વરસાદ પડવાની શકયતા. જૂની સીસ્ટમ્સ હાલ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. આ સીસ્ટમ્સ બાંગ્લાદેશમાં થોડા દિવસથી સ્થિર હતી જે હવે પ.બંગાળ, બિહાર થઈ બે દિવસમાં મધ્ય પ્રદેશ ઉપર પહોંચશે તેવી શક્યતાઓ છે. આ સીસ્ટમ્સ યુપી અને મધ્ય પ્રદેશમાં બહોળુ સરકયુલેશૅન બનાવશે. જેનો એક છેડો બંગાળની ખાડીમાં અને બીજો છેડો મધ્ય ભારતમાં હશે.તેમજ મળવાથી સીસ્ટમ્સ મજબૂત બનવાની ધારણા છે. જે આગળ વધી રાજસ્થાનના કોટા સુધી પહોંચી શકે છે.
અગાઉ આપેલ ટ્રેક મુજબ જ હાલ સીસ્ટમ્સ આગળ વધી રહ્યાનું પણ ગૌરવ રાણીંગાએ લેટેસ્ટ વેધેર અપડેટમાં જણાવ્યું હતું. આ સીસ્ટમ રાજસ્થાનથી ગુજરાતના ઉત્તર તથા કચ્છના બોર્ડર વિસ્તાર ઉપરથી પસાર થવાની શક્યતા છે. ત્યાંથી અરબ સાગર ઉપર સીસ્ટમ આવી શકે છે. હાલ ઈરાન ઉપર ૫૦૦ એચપીએ રીંચે છે.
આ હાઈપ્રેશર સીસ્ટમને આગળ વધવામાં અવરોધ બની શકે છે. જો આ સીસ્ટમ ઉચી રહી સીંધ ઉપર રહેશે તો તેની ગતિ ધીમી રહેશે. જો આ સીસ્ટમ સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થશે તો નીચી રહેશે અને તેની ગતિ ઝડપી બનશે. આજથી ત્રણ દિવસ તા.ર૬ સુધી મધ્ય ગુજરાત અને તેને લાગુ પુર્વ ગુજરાતના પંચમહાલ, છોટા ઉદેપુર, અમદાવાદ વરસાદની શકયતા છે.
જયારે દ.ગુજરાત તથા ઉ.ગુજરાતના અમુક વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જયારે સોમવારથી સૌરાષ્ટ્રના વરસાદી વિસ્તારોમાં વધારો થશે અને બુધવાર સુધી શ્રી સૌરાષ્ટ્ર રીજયનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત કચ્છના અખાત, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, દેવભુમી દ્વારકા, જામનગર, પોરબંદર જીલ્લાઓમાં પણ વરસાદની શકયતા છે. જે માટે એલર્ટ જાહેર કરાયું છે.
આ સીસ્ટમની અસર તા. ૨૮-૨૯ સુધી રહેવાની શકયતા છે. પણ જો સીસ્ટમ ધીમી ગતિએ આગળ વધશે તો તા.૩૦ સુધી અસર રહી શકે છે. આમ બે સીસ્ટમ બનવાથી ૨૫ થી ૨૯ ઓગષ્ટ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રીક વરસાદની આશા સેવાઈ રહી છે. ઉપરાંત અમુક વિસ્તારોમાં ૧ થી ૧૦ ઈંચ વરસાદ ખાબકવાનો પણ વેધર એનાલીસ્ટ ગૌરવ રાણીંગાએ પોતાના | અપડેટમાં વર્તારો આપ્યો છે.