ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી,24 થી 27 મેધ-તાંડવ

#આગાહી
Views: 248

વેધર ચાર્ટની અત્યારની સ્થિતિ અને આગામી દિવસોમાં આવી રહેલા ભારે વરસાદના રાઉન્ડનું આગોતરું એંધાણ…

હાલ દક્ષિણ બાંગ્લાદેશ અને આસપાસના વિસ્તારો ઉપર લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય છે, તેની સાથે સંકળાયેલ UAC સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આ સિસ્ટમ આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે.

* સરફેસ લેવલ પર ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, હિસાર, દિલ્હી, બરેલી, લખનૌ, વારાણસી, ડાલ્ટનગંજ, રાંચી, બાંકુરા કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી બાંગ્લાદેશ થઈને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લો પ્રેશર વિસ્તાર સુધી જાય છે. 24-25 તારીખ બાદ ચોમાસાની ધરીનો ઉતર તરફનો છેડો ધીમે ધીમે દક્ષિણ રાજસ્થાન તરફ સરકી શકે.

◦ દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો ઉપર એક UAC છે જે વાતાવરણની 3.1 કિમી ઊંચાઈ સુધી ફેલાયેલ છે.

* રાયલસીમા અને આસપાસના વિસ્તારો ઉપર એક UAC છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે.

◦ આ UAC થી એક ટ્રફ તમિલનાડુના કોમોરિન વિસ્તાર સુધી દરિયાની સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરેલ છે.

* કર્ણાટકના દરિયાકાંઠે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં એક UAC વાતાવરણની 1.5 અને 5.8 કિમીની ઊંચાઈ સુધી સક્રિય છે .

આગામી દિવસોના હવામાનની વાત કરીએ તો આવતા બે દિવસ દક્ષિણ ગુજરાત, તેને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં છૂટોછવાયો ગાજવીજ વાળો હળવો મધ્યમ વરસાદ પડી શકે. 23-24 તારીખથી ગુજરાત રિજિયનમા વરસાદના વિસ્તારોમાં વધારો થશે…ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં સાતમ આઠમના તહેવારો ઉપર ભારે વરસાદનો એક રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ બની રહી છે. અત્યારે બાંગ્લાદેશ ઉપર રહેલી લૉ પ્રેશર સિસ્ટમ હજુ આવનારા દિવસો સુધી પણ સક્રિય રહે અને ધીમે ધીમે પશ્ચિમ-ઉતર-પશ્ચિમ દિશામાં આગળ વધી છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેને લાગુ ઉતરપ્રદેશના વિસ્તારો ઉપર આવશે.

24-25 તારીખે બંગાળની ખાડીમાં ઓરિસ્સા કાંઠે નવું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન રચાઈ શકે અને તે પહેલેથી મોજૂદ લૉ પ્રેશર સિસ્ટમ સાથે સંકળાઇ ને એક બહોળું સર્ક્યુલેશન બનાવે જેનો એક છેડો 25 તારિખ સુધીમાં ગુજરાત સુધી લંબાશે અને આ સિસ્ટમ મજબૂત થઈ મુખ્યત્વે પશ્ચિમ-ઉતર-પશ્ચિમ દિશામાં ગુજરાત/દક્ષિણ રાજસ્થાન લાગુ વિસ્તારો તરફ આગળ વધશે. આ સિસ્ટમને આનુષંગિક UAC અને ટ્રફ઼ મુખ્યત્વે ગુજરાત બાજુ ઢળેલું રહે જેની અસરથી ગુજરાતમાં 25 ઓગષ્ટ થી 29 ઓગષ્ટ સુધી ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે.

સિસ્ટમની દિશામાં ફેરફાર થાય અને થોડી ઉપર નીચે રહે તે મુજબ વરસાદના વિસ્તારોમાં ફેરફાર થઈ શકે. આગાહી સમય દરમ્યાન વરસાદની કુલ માત્રા રાજ્યના 60% વિસ્તારોમાં એક થી ત્રણ ઇંચ, 30% વિસ્તારોમાં ચાર થી છ ઇંચ અને કેટલાક છૂટાછવાયા અતિભારે વરસાદના વિસ્તારોમાં આઠ ઇંચ થી વધુ રહી શકે. આગોતરા એંધાણ મુજબ ભારે વરસાદના વધુ વિસ્તારો દક્ષિણ ગુજરાત, લાગુ મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દક્ષિણ પશ્ચિમ ભાગોમાં વધુ રહી શકે. જેમાં ફેરફાર થઈ શકે, આગળ જેમ જેમ સિસ્ટમ નજીક આવશે વધુ અપડેટ આપવામાં આવશે.

નોંધ: આગાહી હાલના વેધરચાર્ટ અને ફોરકાસ્ટ મોડેલોના આધારે અંગત અનુમાન છે જેમાં આગળ કુદરતી ફેરફાર શક્ય છે.તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ તરફથી આપવામાં આવતી અપડેટ ધ્યાનમાં લેવી.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 21-08-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
આજના તમામ માર્કેટ યાર્ડ ના મગફળી ના બજાર ભાવ ,જાણો આજના 20-08-2024 ના મગફળી ના ભાવ , તાજા મગફળી ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up