ગુજરાતમાં હાલ ચૌપાસુ સહિય છેઅને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી સિસ્ટમ પણ સતત સર્જાઈ રહી છે. જેમાં શનિવારે ઉત્તર ગુજરાત પર સમુદ્ર સપાટીથી ૩.૧ કિ.મી.ની ઉંચાઈએ હવાનું સાયક્લોનિક સર્કયુલેશન સર્જાઈ રહ્યું છેઅને સાથે દક્ષિણ ગુજરાતથી કેરલના કાંઠા સુધી ટ્રોક પણ છે, જેથી હવામાન વિભાગે મિની વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી કરી છે.
દ્વારકાથી દીવનો દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે
દ્વારકા, પોરબંદર, સોમનાથ અને દીવના સમુદ્રમાં ૧૦ થી ૧૪ ફૂટ ઉંચા મોજા ઉછળશે : ૬૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના: દરિયાકાઠે નહાવું, બોટીંગ અથવા માછીમારી નહીં કરવા હવામાન વિભાગે આપી સૂચના
હાલ સૌરાષ્ટ્રમાં દરિયો ગાંડીતૂર બની રહ્યો છેજેમાં સોમનાથ, દ્વારકા, પોરબંદર અને દિવના દરિયામાં ૩.૩થી ૪.૨ મીટર (૧૩.૭૮ ફૂટ) ઉંચા મોજા ઉછળવાનું રેડએલર્ટ અને કચ્છના દરિયામાં ૨.૨થી ૩.૭ મીટરના મોજા ઉછળવા ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ઉપરાંત સુરત ભરૂચ અને ભાવનગરના દરિયામાં સમુદ્રનો કરન્ટ તીવ્ર રહેશે અને પ્રતિ સેકન્ડ ૨ મીટરની ઝડપે મોજા ધસમસતા આવવાનું પૂર્વાનુમાન છે. જેના પગલે દરિયાકાઠે નહાવાની અથવા બોટીંગ જેવી મનોરંજક એક્ટિવિટી નહીં કરવા તેમજ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્રના દરિયામાં પ્રતિ કલાક મહત્તમ ૬૫ કિ.મી. સુધી મીની વાવાઝોડુ હંકાવાની પણ ચેતવણી અપાઈ છે. બીજી તરફ, હવામાન વિભાગે પખવાડિયાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે મુજબ તા.૨૫ જુલાઈ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદ નોર્મલ વરસતો હોય તેનાથી અધિક રહેશે.
ગુજરાતમાં તા.૧૬ થી ૧૮ ભારે વરસાદનું એલર્ટ જાહેર
હાલ ગુજરાતમાં તેમજ બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ભારે અને વ્યાપકપણે (૭૫ ટકાથી વધુ વિસ્તારોમાં વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં તા. ૧૬થી ૧૮ જૂલાઈ દરમિયાન ગુજરાતમાં નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી સહિત દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચચ્છના અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણા અરવલ્લી પાટણ અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદેપુર વડોદરા સહિતના જિલ્લાઓમાં મધ્ય ભારે વરસાદની આગાહી કરી છે એકસાથે વરસાદ નહીં પડે અલગ અલગ દિવસે વરસાદ પડી શકે છે.