ગુજરાતમાં હાલ ગરમી ઉકળાટ અને તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે એવામાં ફરી હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ભારે વરસાદની આગાહી કરી છે સપ્ટેમ્બરના એડમા અને ઓક્ટોબરમાં વરસાદ ના બે રાઉન્ડ ની આગાહી કરી છે. સાથે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આ વર્ષ ચોમાસું પણ મોડું વિદાય લેશે તેવી શક્યતા છે ૧૮ ઓક્ટોબર આસપાસ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે.
21 થી 30 તારીખમાં વરસાદની સંભાવના
તેમણે જણાવ્યું કે, 18/19 તારીખ સુધી કોઈ સારા વરસાદની શક્યતાઓ દેખાતી નથી. સપ્ટેમ્બર મહિનાની 21 થી 30 તારીખમાં વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બનશે જેથી ગુજરાતમાં વરસાદ પડી શકે છે ખાસ કરીને ૨૨ થી ૩૦ તારીખ માં મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે તો ઉત્તર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર ના દરીયા કિનારાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે કચ્છમાં કોઈ વરસાદ ની શક્યતા નથી.
૩ ઓક્ટોબર થી વરસાદ નો રાઉન્ડ
હાલ તો ચોમાસાની વિદાય થઈ નથી અને કોઈ જગ્યાએથી ચોમાસાની વિદાયની શરૂઆત પણ થઈ નથી. હજુ રાજસ્થાનમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ નથી. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતા હાલ પૂરતી દેખાતી નથી. હજુ ઓક્ટોબર મહિનામાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે બંગાળની ખાડીમાં ૨૭-૨૮ તારીખ આસપાસ સિસ્ટમ બનશે જેથી ૩ ઓક્ટોબર થી ફરી વરસાદ નો રાઉન્ડ આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ કરી હતી.