ઘઉંના ભાવમાં તેજીનો દોર યથાવત, ભાવમાં વધુ રૂ.૨૫થી ૫૦નો સુધારો, ધંઉમા તેજી

ધંઉની બજાર
Views: 801

ધંઉ માં તેજીનો દોર યથાવત છે અને ભાવમાં ક્વિન્ટલે વધુ રૂ.૨૫થી ૫૦નો સુધારો જોવા મળ્યો હતો. ઘઉંની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે બજારમાં કોઈ મોટી લેવાલી નથી. પરંતુ સરકાર દ્વારા ઓછા વેચાણને પગલે ઘઉંની બજારમાં ઝડપી તેજી આવી ગઈ છે.

અમદાવાદની મિલોના ભાવ રૂ.૩૦૫૦, બરોડાની મિલોના ભાવ રૂ.૩૦૭૦ અને સુરતની મિલો રૂ.૩૧૫૦ હતા.રાજકોટમાં ઘઉંની કુલ ૧૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબર ક્વોલિટી માં રૂ.૫૪૫ થી ૫૬૦, એવરેજ રૂ. ૫૬૦થી ૫૮૦, સારી ક્વોલિટીમાં રૂ.૫૯૦થી ૬૬૦ હતા. પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૭૩૦થી ૭૫૦ના ભાવ હતા.

ગોંડલ યાર્ડમાં ૭૦૦ બોરીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૫૪૦થી ૬૧૨ અને ટુકડામાં રૂ.૫૬૧થી ૭૦૧ હતા.હિંમતનગરમાં ઘઉંની ૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૫૬૦થી ૫૭૫, મિડીયમ ક્વોલિટીમા રૂ.૫૯૦થી ૬૨૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૬૬૦ ભાવ હતાં.

વૈશ્વિક ઘઉંનાં ભાવમાં ઘટાડો હતો. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ૦.૭૫ સેન્ટ ઘટીને ૫.૪૬ ડોલર પ્રતિ બુશૈલની સપાટી પર પહોંચ્યા હતાં. ઘઉંના ભાવમાં સપ્તાહમાં ૨.૫૮ ટકા વધ્યા હતા.

રશિયામાં ૨૦૨૫માં ઘઉંનો પાક ૮૪૦ લાખ ટન થાય તેવા અંદાજો આવી રહ્યાં છે, પરંતુ પાક ૮૦૦ 데계 ટનની અંદર જઆવે તેવી સંભાવનાં દેખાય રહી છે. રશિયાનો કોપ ઓછો આવશે તો વૈશ્વિક ઘઉંની બજારમાં મજબુતાઈ જોવા મળી શકે છે.

જીરૂની બજારમાં ઘટાડો યથાવત, હાજરમાં મણે રૂ.૫૦નો ઘટાડો, વાવેતર ઓછુ રહેશે જેથી તેજી આવશે
ગુજરાતમાં ઠંડી તોડશે રેકોર્ડ, આજથી કડકડતી ઠંડીની શરૂઆત, અંબાલાલ પટેલની નવી આગાહી

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up