ધંઉની બજારમાં સતતં વધારો જોવા મળી રહ્યો છે.અને આજે વધુ રુ ૧૦ થી ૨૦ નો વધારો થયો હતો,હવે ધંઉની આવકો તમામ માર્કેટમાં ધટી છે.અને દેશાવરમાં પણ ખાસ કોઈ આવકો ન હોવાથી મિલોએ ઊંચા ભાવથી ધંઉની ખરીદી કરવાની જરૂર પડી છે.જેના કારણે ધંઉની બજારમાં તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદની મિલોના ભાવ રૂ.૨૭૫૦, બરોડા ના રુ.૨૭૭૫, સુરતમાં રુ.૨૮૧૦ અને નિલકંઠ નો ભાવ રૂ.૨૭૧૫ હતા. આઈટીસીનો ભાવ હિમંતનગર માટે રૂ.૨૭૮૦ અને કડી માટે રૂ.૧૫ ઉંચા હતાં.
યાર્ડોનાં આવક અને ભાવ
રાજકોટમાં Nઉંની ૨૪૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરમાંરુ.૫૦૫ થી ૫૧૨, એવરેજ ભાવ રૂ.૫૧૨ થી ૫૨૦ , સારા માલના ભાવ રૂ.૫૩૦ થી ૫૬૦ અને પ્રીમિયમ કોલીટીમા રુ.૫૯૦ થી ૬૧૫ હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ધંઉની ૨૮૦૦ બોરીની આવકો હતી અને ભાવ લોકવના રુ.૫૨૦ થી૬૨૦ અને ધંઉ ટુકડા ના રુ.૫૧૪ થી ૬૩૮ હતા.
અમદાવાદની મિલોનાં ભાવ વધીને રૂ.૨૭૫૦ની ઉંચી સપાટીએ પહોંચ્યાં
હિંમતનગરમા ૬૦૦ ગુણીની આવકો હતી અને ભાવ મિલબરના રુ.૫૧૦ થી ૫૧૫, મિલબર ક્વોલિટી ના રુ.૫૩૫ થી ૬૦૦ અને સારી ક્વોલિટીમા રુ.૬૨૦ થી ૬૭૦ હતા.
વિદેશ વર્તમાન
વૈશ્વિક ઘઉંનાં ભાવમાં પટાડો હતો અને શિકાગો બેન્ચમાર્ક વાયદો બે સેન્ટ ધટીને ૫.૮૦ ડોલર ની સપાટી પર બંધ રહ્યો હતો , ધંઉ વાયદામાં સપ્તાહ દરમિયાન છે ટકાનો ઘટાડો થયો હતો.