ચણાની બજારમાં ઝડપી તેજી બાદ આજે બ્રેક લાગી હતી. સરકાર દ્વારા ચણાની તેજીને રોકવા માટે વધુ કોઈ પગલાં આવે તેવી સંભાવના એ ચણાની બજારમાં ક્વિન્ટલે રૂ.૨૫નો ધટડો હતો. ઈન્દોરમાં કાટેવાડા ચણામાં રુ.100 નો ધટાડો થયો હતો. ચણાની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળ ની બજાર નો આધાર રહેલો છે, તહેવારો ને કારણે માંગ સારી છે પરંતુ ભાવ બહું વધી ગયા હોવાથી અત્યારે દાળ, બેસનની બજારમાં ધરાકીને બ્રેક લાગી ગઈ છે આયાતી ચણા બહુ મોટી માત્રામાં આવતાં નથી.
ચણામાં સરકારી પગલાના ડરે તેજીને બ્રેક લાગીને ભાવમાં રૂ.૨૫નો ઘટાડો
રાજકોટ માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ ગુજરાત મીલ -3 નંબર મા 1400 થી 1430, સુપર -3 મા 1430 થી 1460 અને કાંટાવાળા મા 1350 થી 1650 હતા.કાબુલી ચણામા બીટકીનો ભાવ 1350 થી 1520 , વીટુ 1800 થી 2200 , એવરેજ 2200 થી 2800 , સારા 2200 થી 2800 અને સુપરમા 2800 થી 3200 ભાવ હતા.
રાજકોટ ગોડાઉન પહોંચ ચણાનો ભાવ રૂ.7350, કોલ્ડ નો ભાવ રૂ.7450 અને દાળ નો ભાવ રૂ.8700 થી 8900 ના ભાવ હતા.
નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનમાં ચણાના ભાવ રૂ.7650 અને એમ. પી લાઈનનો ભાવ રૂ.7550 હતોં.ભાવમા રુ.25 નો ધટાડો થયો હતો.
તાન્ઝાનિયા ના આયાતી દેશી ચણા ના ભાવ રૂ.7000 અને ઓસ્ટ્રેલિયામાં રુ.7300 અને સુદાનમાં કાબુલી ચણાનો ભાવ જૂનાના રૂ.૭૭૦૦ અને નવા ચણાના રૂ.૮૧૫૦ હતા. ચણાનાં ભાવ અકોલામાં દેશીમાં રૂ.૭૫૦૦ ૭૫૨૫, લાતર મિલ ક્વોલટી રૂ.૭૪૦૦-૭૫૦૦ હતા. રાયપુરમાં દેશી લોકલનાં રૂ.૭૩૭૫થી ७४०० અને મહારાષ્ટ્ર લાઈનનાં રૂ..૭૫૭૫-૭૬૦૦ ભાવ હતાં. સોલાપુર લાઈનમાં રૂ.૬૨૦૦થી ૭૫૦૦ મિલ ક્વોલિટી ના ભાવ હતા.