દેશી અને કાબુલી ચણાની બજારમાં આજે મિશ્ર માહોલ હતો. દેશી ચણાનાં ભાવ બે-ત્રણ દિવસ વધારે ઘટી ગયા હોવાથી આજે તેમાં રૂ.૫૦નો પ્રત્યાઘાતી સુધારો આવ્યો હતો. આગામી દિવસમાં ચણાની બજારમાં વેચવાલી કેવી આવે છે અને આયાત વેપારો કેવા થાય છે તેના ઉપર આગળની ભજારનો આધાર રહેલો છે. ગુજરાતમાં આવકો હવે ઘટવા લાગી છે. નાફેડ પાસે સ્ટોક નથી અને આયાતી ચણા વધીને વધી એક લાખ ટન આવે તેનાંથી વધારે આવે તેવા સંજોગો નથી.
રાજકોટમાં પીળા ચણાની ૧૨૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ ગુજરાત મિલ ૩માં રૂ.૧૨૪૦થી ૧૨૬૦, સુપર ૩માં રૂ.૧૨૬૦થી ૧૨૮૫, કોટાવાડામાં રૂ.૧૨૦૦થી ૧૪૮૦ હતો. કાબુલી ચણાની ૧૫૦૦ કટ્ટાની આવક સામે ભાવ બીટકી રૂ.૧૧૫૦થી ૧૪૦૦, વીટુ રૂ.૧૫૦૦ થી ૧૯૯૦, એવરેજ રૂ.૧૪૦૦થી ૧૬૨૫, સારુ રૂ.૧૬૨૫થી ૧૯૭૫અને સુપરમાં રૂ.૧૯૭૫થી ૨૩૦૦ હતા ્
રાજકોટમાં ગોડાઉન પહોંચ ચણાનો ભાવ રૂ.૬૭૦૦ અને દાળનો ભાવ રૂ.૮૦૫૦થી ૮૨૦૦ના હતા.
ચણાનાં ભાવ અકોલામાં દેશીમાં ३.६८७५- ૯૯૦૦, લાતુર મિલ કવોલટી રૂ.૬૮૫૦થી ૬૯૫૦ હતા. રાયપુરમાં દેશી લોકલનાં રૂ.૬૯૦૦- ૬૯૨૫ અને મહારાષ્ટ્ર લાઈનનાં રૂ.૭૦૦૦ ભાવ હતાં. સોલાપુર લાઈનમાં રૂ.૬૨૦૦થી ૬૮૫૦ મિલ ક્વોલિટીનાં હતાં.
ઈન્દોરમાં કાટેવાલાનો રૂ.૭૦૫૦ ભાવ હતાં. ઈન્દોર કાબુલી ચણાનો ભાવ ૪૨-૪૪ કાઉન્ટમાં રૂ.૧૨,૧૦૦ હતો. ૫૮-૬૦ કાઉન્ટનો ભાવ રૂ.૧૦,૨૫૦ ક્વોટ થયા હતા.