જીરૂની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટન નહોતી. સમગ્ર ગુજરાતમાં જીરૂની ૧૨થી ૧૩ હજાર બોરીની આવક શનિવારે જોવા મળી હતી. જીરૂની ભુજારમાં ખેડતો પાસે હજી મોટો માલ પડ્યો છે અને જો બજારમાં સુધારો આવે તો ખેડૂતોનતી વેચવાલી વધી શકે છે.
જીરૂના વેપારીઓ કહે છેકે નિકાસ ભાવ રોજ રૂ.૧૦- ૧૦ કરીને ઘટી રહ્યા છે અને આગામી દિવસોમાં હજી પણ રૂ.૫૦થી ૧૦૦ની મંદિ આવે તેવી સંભાવનાં કેટલાક નિકાસકારો વ્યક્ત કરી રહ્યા છે. ચાઈના સહિતનાં દેશો જીરૂમાં નીચા ભાવથી સાઈલન્ટ રીતે ખરીદી કરી રહ્યા છે અને દરેક પટાડો માલ ભેગો કરે છે. કોઈ મોટી ડિમાન્ડ નથી અને ઉંચા ભાવ ઓફર થાય તો વેપારો પણ થતા નથી. બીજી તરફ બાયરોને પણ એવી આશા છેકે બજારો હજી પણ નીચા આવશે. પરિણામે મોટી ખરીદી નથી.
ગલ્ફ દેશોની જીરૂની લેવાલી કોઈ મોટી વધી જાય તેવા સંકેત અત્યારે દેખાતા નથી , બેન્ચમાકૅ જીરું વાયદો છેલ્લે રૂ.૨૩,૮૭૫ સપાટી પર બંધ રહ્યો હતો.
જાન્યુઆરીમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં કોઈ મોટી તેજી આવશે તેવી શક્યતા દેખાઈ રહી નથી, કારણે કે જો વૈશ્વિક લેવલે જીરુંની માંગ વધશે, સાથે ઉત્પાદન આ વર્ષ ઓછું થવાની શક્યતા રહેલી છે. જેના કારણે ગુજરાતમાં જીરું ના ભાવ ૫૦૦૦-૬૦૦૦ આસપાસ રહેવાની સંભાવના છે જ્યારે અત્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંના સરેરાશ ભાવ ૫૦૦૦ જોવા મળી રહ્યો છે તેમજ તમામ બજારો માં ૪૫૦૦-૫૦૦૦ વચ્ચે રહેવાની સંભાવના છે.