જીરુંની બજાર કેવી રહેશે જાણો!
જીરાના નવેમ્બર વાયદાનો ચાર્ટ રજુ કરવામાં આવ્યો છે. ગત તા.25 સપ્ટેમ્બરના દિવસે જીરાના વાયદામાં રૂ.27 હજારની સપાટીની આસપાસ વેપાર થતો હતો. આ બાદ ધીમી ગતિએ વાયદામાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે. હાલ જીરાના નવેમ્બર વાયદામાં રૂ.25 હજારની સપાટીની નજીક વેપાર થઇ રહ્યો છે. હાજર બજારની વાત કરીએ તો આ લખાય છે ત્યારે તા.18 ઓક્ટોબરના રોજ ઉંઝામાં 10 હજાર બોરી જીરાની આવક થઇ હોવાનો અંદાજ છે.
આ સપ્તાહ દરમિયાન જીરાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલની સ્થિતિએ ખેડૂતોને રૂ.4600થી રૂ.4700ની સપાટીની વચ્ચે ભાવ મળી રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે આવકને અસર થઇ છે. સ્થાનિક અને નિકાસની માંગ જળવાઇ રહેલી હોવાથી ભાવમાં કોઇ મોટો ફેરફાર થયો નથી. આગામી દિવસોમાં નવી સિઝનનું વાવેતર કેવુ થાય છે તેમજ ખેડૂતોની વેચવાલી કેવી આવે છે એ પરિબળ મહત્વના સાબિત થઇ શકે છે.
હાલની બજારથી તેજી- મંદીની શક્યતા ઓછી…
ઊંઝા માર્કેટ યાર્ડના અગ્રણી વેપારી છે કે ચાર-પાંચ દિવસથી જીરાનાં વેપાર ઘટ્યા છે. આજે તા.20 ઓક્ટોમ્બરનાં ૫૨૦૦૦ બોરી જીરાની આવકસામે એક્સપોર્ટ ક્વોલિટીમાં રૂ૪૧ થી રૂ.૪૬૦O, દેશાવર ક્વોલિટીમાં રૂ.૪૬૦૦ થી રૂ.૪૮૦૦ અને સારા પેકેટ જીરામાં રૂ.૪૮૦૦ થી રૂ.૫૦૦૦ સુધીના ભાવે વેપારહતા. આગામી દિવસોમાં પણ જીરામાં લાંબી તેજી-મંદી દેખાતી નથી. જીરૂ પ્રતિકિલો રૂ.૫ થી રૂ.૧૦ની વધ-ઘટે બજાર અથડાતી રહેશે. ગુજરાત-રાજસ્થાનમાં ગત વર્ષની તુલનાતે જીરૂનું વાવેતર ૨૦ થી ૨૫ પૈસા ઘટી શકે છે.
જીરૂ વાવેતરનો સમય નજીક આવી ગયો છે. જીરાનાં મોટા માલબોજને કારણે જીરૂ રૂ.૫૦૦૦ની સપાટી તોડીને નીચે બેઠું છે. ગત વર્ષે બરોબર આ સમયે પાલા ખાધ સામે હોવાનાં કારણે જીરોનો ભાવ રૂ.૯૫૦૦ થી રૂ.૧૦,૦૦૦ની સપાટી અંદર હતો. ગત વર્ષે ગુજરાત ખાતે પ્રમાણમાં વરસાદ ઓછો હતો, એટલે પાણી ઘટી જવાનો ભય હેઠળ કેટલાક ખેડૂતોએ તાપમાન ગણકાર્યા વગર વહેલું વાવેતર કરી દીધું હતું.