નવી સિઝન શરૂ થતાની સાથે ઉંઝામાં દૈનિક ધોરણે નવા જીરાની આવક વધી રહી છે. આ સપ્તાહ દરમિયાન દૈનિક સરેરાશ 2000 બોરી આસપાસ નવા જીરાની આવક થઇ છે. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી નવા જીરાની આવક વધી રહી છે. આ સાથે જુના જીરાની પણ 2500 બોરી આસપાસ વેચવાલી થઇ રહી છે. જીરાના ભાવમાં સરેરાશ રૂ.3900થી રૂ.4300ની સપાટીની વચ્ચે વેપાર થઇ રહ્યો છે.
છેલ્લા એક સપ્તાહથી જીરુંમાં સુધારો જોવા મળી રહ્યો છે આ વર્ષ જીરુંમાં કોઈ મોટી મુવમેન્ટ આવશે નહીં પરંતુ જીરું ના ભાવ ૬૦૦૦ આસપાસ રહેવાની સંભાવના છે કારણ કે આ વર્ષ ગુજરાતમાં જીરુંનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા રહે છે સાથે વાવેતર ઓછુ રહ્યું હતું, બીજી તરફ નિકાસ વેપારો આવશે તો બજારમા તેજીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.
2022-23માં જીરાનો ભાવ એક મણનો 13 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જોકે હાલના સમયમાં જીરાનો ભાવ 4400ની આસપાસ ચાલી રહ્યો છે.
ભારત પાસેથી જીરું ખરીદનાર દેશોમાં ચીન મોખરે છે. જોકે છેલ્લાં બે વર્ષથી ચીને પણ જીરાના ઉત્પાદનમાં વધારો કર્યો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.ભારતમાં ગયા વર્ષે 1 કરોડ 3 લાખ બોરી (એક બોરીમાં 55 કિલો વજન હોય) જીરું ઉત્પાદન કર્યું હતું. આ વર્ષે પણ 1 કરોડ જીરું ઉત્પાદન થવાનો અંદાજ છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2024, જાન્યુઆરી 2025 સુધી 40 લાખ જીરાની બોરીની નિકાસ કરવામાં આવી છે. આ વર્ષે જીરાનો ભાવ ઓછો હોવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં જીરાની માગ વધી રહી છે. જેથી નિકાસમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ વર્ષ ચોમાસું મોડું થવાની શક્યતા રહે છે જેથી વાવણી પણ મોડી શરૂ થશે એટલે જીરુનો માલ પણ મોડો આવી શકે છે ફેબ્રુઆરીમાં રમજાન માસની શરૂઆત થઇ જતી હોય છે એટલે જીરુનો નવો પાક ઓછો આવશે અને જુનો માલ બજારમાં વધું આવવાની શક્યતા છે જેના કારણે ભાવમાં વધારો થય શકે છે સાથે લગ્ન આ વર્ષ વધુ હોવાથી તેની અસર જીરું બજારમાં પડી શકે છે.