જીરુની બજારમાં 400 થી 450 નો કડાકો, વાયદામાં 1670 નો વધારો, જીરુંની બજારમાં તેજી આવી
જીરુની બજારમાં સટ્ટો ફરી જામ્યો છે અને હાજર-વાયદાનાં ભાવ સરખા કરવાની લ્હાયમાં સફોડિયા બરાબર નો ખેલ ખેલી રહ્યાં છે. જીરૂમાં આજે ત્રણ દિવસની રજા બાદ વાયદામાં સટ્ટાકીય 10 આવતા ભાવ રુ. ૩૦૦૦૦ પહોંચી ગયા હતા. આ તરફ ઉંઝામાં આવકો વધી હોવાથી ભાવમાં ૨૦ કિલોએ રૂ.૪૦૦થી ૫૦૦ની મંદી થઈ ગઈ હતી. આગામી દિવસોમાં બજારોમાં વોલેટાલિટી વધારે રહે તેવી ધારણાં છે
ઉંઝામાં આવકો વધતા ભાવમાં ३.૪૦૦ થી ૪૫૦નો કડાકો, વાયદામાં રૂ.૧૬૭૦ વધ્યાં
જીરૂ ભેન્ચમાર્ક વાયદો ३.૧૬૭૦ વધીને રૂ.૨૯,૫૧૦ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂની ભજારમાં ભાવ હજી પણ વધે તેવી ધારણા છે ટેકનિકલી જીરાના ભાવ વાયદા કરતાં હાજરમાં ઘણા ઊંચા હોવાથી ડિમેટમાં માલ જતો નથી. ઉંઝામાં ૪૦ હજાર બોરીની આવક હતી, જે ચાલુ મહિનાની સૌથી વધુ એક દિવસીય આવક હતી.
ગોંડલ, રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આવકો સારી હતી , ગોંડલમાં ૪૫૦૦ બોરીની આવક સામે વેપાર માત્ર ૨૦૦૦ હજાર બોરીના જ થયાં હતાં. જેમાં બજારો રુ.૩૦૦ નરમ હતાં.
છેલ્લા એક મહિનામાં જીરાના ભાવમાં પ્રતિ મણ રૂ.1500 થી રૂ.2000 સુધીનો વધારો થયો બકરી ઇદના નજીક આવાના કારણે બાંગ્લાદેશ સહિતના મુસ્લિમ દેશોની ખરીદી છેલ્લા થોડા દિવસોથી સારી થઇ રહી છે. ગત વર્ષના ઓછા ઉત્પાદનના કારણે પાઇપલાઇન ખાલી હોવાથી સ્થાનિક માંગ પણ એક સ્તરે જળવાયેલી રહી છે.
જીરામાં સતત તેજી સાથે વેપાર થતો જોવા મળ્યો છે. આજે સોમવારે માર્કેટિંગ યાર્ડમાં જીરામાં રૂ.6000 ઉપર ની સપાટી ના ભાવ અનેક યાર્ડ માં જોવા મળ્યા…દુબઈ. જેબેલ અલી પોર્ટ, દુબઈ ખાતે આજે 21 મે 2024ના રોજ જીરાના નિકાસ ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો, ભાવ આગામી દિવસોમાં વધ-ધઞ સાથે જોવા મળે તેવી શક્યતા છે….