જીરૂના જુલાઈ વાયદાની ચાલુ સપ્તાહે એકસપાયરી છે અને આ સપ્તાહ દરમિયાન કેવી મુવમેન્ટ આવે છે તેનાં ઉપર ભજારની નજર રહેલી છે. જીરૂમાં નિતિ બજારો ધીમી ગતિએ ઘટી રહી છે. બુધવારે વાયદા બજારો બંધ હોવા છત્તા નિકાસમાં રૂ.૨૫ ઘટમાં હતાં. જીરૂની બજારમાં આગામી દિવસોમાં વાયદો એક્સપાયર થયા બાદ નિકાસ વેપારો કેવા રહે છે તેનાં ઉપર જ બજારો ચાલશે.
જીરૂમાં ટૂંકાગાળા માટે વાયદામાં અફરાતફરી કેવી રહે છે તેનાં ઉપર આધાર…
જીરૂ વાયદો છેલ્લે રૂ.૨૬,૭૦૦ પર બંધ રહ્યો હતો, જેમાં હવે મોટી મુવમેન્ટ દેખાતી નથી. જજ્યાં સુધી વાયદો રૂ.૨૫,૦૦૦ની સપાટી ન તોડે ત્યાં સુધી કોઈ મોટી મંદી નથી. જીરૂની રેન્જ ૩.૨૫૦થી 300ની છે અને ટૂંકાગાળા માટે આ રેન્જ મા બજાર અથડાયા રહેશે.
ચાઈનાનાં નવા જીરૂની આવકો હવે વધી રહી છે અને જીરૂની બજારમાં આગામી દિવસોમાં આવકો વધશે અને જો ત્યાંથી નિકાસ વેપાર થશે તો બજારમાં ઘટાડો આવી શકે છે. હાલ ચાઈના પણ નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી અને ત્યાંનાં ખેડૂતો પણ નીચા ભાવથી વેચાણુ નથી. ગત વર્ષે કરવા તૈયાર નથી. ચાઈનામાં જીરૂનાં ભાવ ઉંચા રહ્યાં હોવાથી આ વર્ષ જીરુંમાં કોઈને વેચાણ કરવામાં રસ નથી.
અત્યારે વેચવાલી પણ બહુ ઓછી આવી રહી છે બીજી બાજુ ચાઈનામાં સ્ટોકિસ્ટોનુ પેટ ખાલી હોવાથી તે ભરાઈ નહીં ત્યાં સુધી ત્યાંથી નીચા ભાવથી નિકાસ આવે તેવાં એંધાણ વર્તાઈ રહ્યાં નથી.