જીરુંની બજારમાં ભાવ સતત ઘટી રહ્યાં છે અને અને આજે વધુ રૂ.૭૫નો ઘટાડો થયો હતો. હાજર બજારમાં ભાવ દરેક પીઠાઓમાં નરમહતા, પરંતુ વાયદા બજાર આજે ઘટતા અટકીને સ્ટેબલ રહ્યાં હોવાથી જીરૂની બજારમાં આગામી દિવસોમાં હાજર ભાવ પવા ઘટતા અટકી જાય તેવી સંભાવના છે.
જીરુ વાયદામાં ભાવ સ્ટેબલ રહ્યાં હોવાથી હાજરમાં વધુ ઘટાડો અટકી શકે…
જીરૂનાં વેપારીઓ કહે છેકે વેચવાલી ઘટી રહી છે અને સામે લેવાલી મર્યાદિત છે. જીરૂમાં ચાઈનાનાં નવા કોપનો ભાવ બહુ પટતા જેને કારણે ભારતમાં આયાત વેપારો થાય તેવી સંભાવનાં નથી. ભારતીય તીય બજારમાં જીરુ MEO ૫૦ ટકા જેવું ખેડૂતો અને સ્ટોકિસ્ટો પાસે મળીને પડયું છે, જેને કારણે પણ સરેરાશ જીરૂની બજારમાં કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો નથી.
પરંતુ બજારો એક રેન્જમાં અથડાયા કરે તેવી સંભાવના છે. વળી ચોમાસું સારૂ જવાને કારણે નવી સિઝનમાં પણ જીરુના વાવેતર ખુબજ સારા થાય તેવી સંભાવના અત્યારથી દેખાય રહી છે.