જીરૂની બજારમાં તેજીનો માહોલ યથાવત છે અને સતત બીજા દિવસે રૂ.૯૦૦ + નો વધારો આવ્યો હોવાથી વાયદો હજારની સપાટીને પાર કરી ગયો હતો. જીરૂમાં આગળ ઉપર વધુ તેજી આવશે તો વેચવાલી વધી જાય તેવી સંભાવના છે. જીરૂમાં ૨૭ હજારની સપાટી ઉપર વાયદો એક્સપાયરી બાદ પણ ટકી રહેશે તો આગળ ઉપર ૨૮-૨૯ હજાર સુધીના ભાવ સામે દેખાય શકે છે.
જીરુની આવકો આજે ટેબલ હતી , પરંતુ હાજરમાં મણે રુ.૪૦ થી ૫૦ નો સુધારો હતો.જીરુમા બાંગ્લાદેશ અને કેટલાક ગલ્ફ ના દેશોની માંગ ખુલી છે આ વર્ષ રમજાન મહીના માટે જુન જીરુંનો જ વપરાશ કરવો પડશે , પરિણામે જીરું નો સ્ટોક મોટો પડ્યો હોવા છતાં નિકાસ વેપારો વધી જાય તેવી શક્યતા છે જીરુંની તેજી -મંદીનો આધાર બે બાબતો પર રહેલો છે .
જીરુ વાયદો વધીને ૨૭ હજારની સપાટી પાર કરી, હવે વેચવાલી ઉપર આધાર
જેમાં એક ચાઈનાથી જીરુની નિકાસમાં વેચવાલી અને ભારતીય બજારમાં ઓક્ટોબર મા વરસાદ કેવા પડે છે તેના ઉપર જમીનમાં ભેજ ની સ્થિતિ નક્કી થશે. જીરું વાયદો દિવસ ના અંતે રુ.૮૯૦ વધીને રૂ.૨૭,૧૮૦ ની સપાટી પર બંધ રહ્યો હતો.
હાલ જીરુંમાં સુધારો જોવા મળશે, ઊંઝા માર્કેટ યાર્ડમાં ૫૦૦૦-૫૩૦૦ વચ્ચે ભાવ ચાલી રહ્યા છે તેમજ અન્ય માર્કેટ યાર્ડમાં પણ ૫૦૦૦ સુધી બજારો ટકેલી રહેશે. દિવાળી ઉપર થોડી તેજી આવી શકે છે તેવું અનુમાન છે.