જીરુંની બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને હાજર ભાવમાં ૨૦ કિલોએ રૂ.૨૫થી ૪૦ન ઘટાડો થયો હતો. જીરૂનાં નિકાસ ભાવ પણ થોડા ઘટયા હતા.
જીરૂના વેપારીઓ કહે છેકે વાવેતર ભલે ગત વર્ષની તુલનાએ ઘટયું હોય, પરંતુ ઓલઓવર વાવેતરમાં છેલ્લા ત્રણ વર્ષની તુલનાએ વધારો થયો હોવાથી જીરૂની સપ્લાયમાં કોઈ ખાંચો પડે તેવા સંજોગો નથી. વળી કેરીઓવર સ્ટોક પણ ૨૫ લાખ બોરી ઉપર થાય તેવી સંભાવનાં છે, જેને પગલે જીરૂની બજારમાં એવરેજ ભાવ નરમ રહે તેવી ધારણાં છે.
ફેબ્રુઆરી અંતમાં રમજાન શરૂ થાય છે. પરિણામે રમજાનની જાન્યુઆરમાં માંગ નીકળવાની ધારણા છે. પરંત હજી સુધી આવી નથી. આગામી દિવસોમાં જીરૂમાં નિકાસ વેપારો આવશે તો બજારને ટેકો મળે તેવી સંભાવનાં દેખાય રહી છે.
બેન્ચમાકૅ જીરું વાયદો રૂ.૧૦૦ ધટીને રુ.૨૪,૩૫૦ ની સપાટી પર બંધ રહ્યો હતો.જીરુ વાયદો રુ.૨૪૦૦૦ ની સપાટી ન તોડે ત્યાં સુધી વધુ ધટાડો થાય તેવી શક્યતા દેખાઈ રહી નથી.