જીરૂની બજારમાં શાંત પાણીમાં અચાનક એક્સપાયરી બનાવવામાં માં કાંકરી ફેંકતા રૂ.૧૩૩૦નો કડાકો કડાકો બોલી ગયો હતો. સવારે હાજરમાં રૂ.૨૫થી ૫૦નાં સુધારાવાળી બજારો સાંજે તુટી ગઈ હતી. નિકાસકારોએ સાંજે નિકાસ ભાવમાં મણે રૂ.૫૦નો ઘટાડો વાયદાના ઘટાડાને કારણે કયો હતો.
જીરૂમાં મંદી થવાનું નિકાસ વેપારનો છે અને ડૉમેસ્ટિક ઘરાકી પણ જોઈએ એવી દેખાતી નથી. ગોંડલમાં જીરૂની ૫૦૦થી ૬૦૦ ભોરીની આવક હતી, પરંતુ પણ વેપારો નહોતાં, જે બતાવે છે કે ડોમેસ્ટિક ધરાકી ઓછી છે ઊંઝા મા આવકો ૧૩-૧૪ હજાર બોરીની સ્ટેબલ છે, પરંતુ કોઈ મોટા વેપાર નથી.
જીરૂ હાજર બજારમાં સવારે સુધારો, પંરતુ સાંજે નિકાસ ભાવ વાયદા પાછળ ઘટ્યા
જીરૂનાં વેપારીઓ કહે છેકે ઓક્ટોબર વાયદાની માત્ર એક્સપાયરી હોવાથી બજારમાં ઉથલપાથલ આવી છે.જીરુના વાવેતર ઓછા થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.પરંતુ અત્યારે ધરાકી જ ન હોવાથી બજારમાં કરંટ આવતો નથી.
વાયદો રૂ.૧૩૩૦ ઘટીને બેન્ચમાર્ક રૂ.૨૫,૪૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો. વાયદો પાંચેક ટકા તુટયો હતો. આ વર્ષ જીરુંમાં મોટી તેજી આવશે તેવી શક્યતા દેખાઈ રહી નથી.