પરેશ ગૌસ્વામીએ ફરી ગાત્રો થ્રીજવતી ઠંડીનાં રાઉન્ડ સાથે માવઠાની આગાહી કરી છે. પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઠંડી જોરદાર જામી છે એવામાં ફરી ગાત્રો થ્રીજવતી ઠંડીનો રાઉન્ડ આવશે, છેલ્લા ૩ વર્ષ નો રેકોર્ડ ઠંડી તોડશે તેવી આગાહી કરી છે.આ સાથે પરેશ ગૌસ્વામીએ ડીસેમ્બરમાં માવઠાની પણ આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનશે જે અરબી સમુદ્રમાં આવશે અને તેના ટફૅ ગુજરાત સુધી લંબાશે જેના કારણે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. ગુજરાતમાં ૨૦ ડીસેમ્બર થી હવામાનમાં પલટો આવશે અને ૨૧ થી ૨૪ તારીખમાં માવઠાની સંભાવના છે એ પણ છુટાછવાયા વિસ્તારમાં માવઠું પડી શકે છે. પરેશ ગૌસ્વામી ના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ જુનાગઢ અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા સુરત ભરૂચ નમૅદા ડાંગ તાપી વલસાડ જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.
પરેશ ગૌસ્વામીએ કાતિલ ઠંડીના રાઉન્ડ ની પણ આગાહી કરી છે જેમાં જણાવાયું હતું કે આ વર્ષ છેલ્લા ધણા વર્ષો નો ઠંડી રેકોર્ડ તોડશે, ડીસેમ્બર મહીના એડમા કાતિલ ઠંડીનો ચમકારો વધશે તેવી શક્યતા છે. ૨૦ થી ૩૦ ડીસેમ્બરમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં સિંગલ ડીજીટ માં તાપમાન યથાવત રહેશે.
અત્યારે ગુજરાતમાં સારી ઠંડી નો રાઉન્ડ ચાલી રહ્યો છે આજથી લધુત્તમ તાપમાનમાં થોડો વધારો થશે અને ૨૦ તારીખ સુધી વધ-ધટ ઠંડી પડશે, ત્યાર બાદ ઠંડીનો નવો રાઉન્ડ આવશે તેવી શક્યતા છે. સાથે પરેશ ગૌસ્વામીએ પવન વિશે માહિતી આપી હતી કે ગુજરાતમાં પવનની ગતિ થોડી ધટશે અને ત્યાંર બાદ પવનની ગતિમાં ફરી મોટો વધારો થશે તેવું અનુમાન છે.