સફેદ તલની બજારમાં મજબુતાઈ હતી અને અમુક ક્વોલિટીમાં મણે રૂ.૧૦થી ૨૦નો સુધારો થયો હતો. તલની બજારમાં હવે ટેન્ડરનાં પરિણામો ચાલશે. કોરિયાના ટેન્ડરમાં ભારતનો સારો ઓર્ડર મળે તેવી વેપારીઓને આશા છે. જો ૫૦ ટકા જેવો ઓર્ડર મળશે તો સફેદ તલની બજારમાં તેજી આવે તેવી ધારણાં છે.
કાળા તલની બજારો બહુ વધી ગઈ છે, પરંતુ સફેદ તલના ભાવ વધ્યા નથી. આ સંજોગોમાં હવે તલની બજારને વધવા માટે કોઈ એક સારા કારણની જરૂર છે. જો ટેન્ડર આવશે તો તલની બજારમાં મજબૂતાઈની સંભાવના દેખાય રહી છે.
રાજકોટમાં સફેદ તલની ૧૫૦૦ કટ્ટાની આવક હતી. ભાવ મિડીયમ હલ્દમાં રૂ.૨૦૦૦થી ૨૧૨૫, બેસ્ટ હલ્દમાં રૂ.૨૧૫૦થી ૨૨૨૫ અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂ.૨૫૫૦થી ૨૬૦૦ હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.૪૩૨૫થી ૪૪૦૦,ઝેડ બ્લેકમા રૂ.૪૧પ૦થી ૪૩૦૦ અને એવરેજ ભાવ રૂ.૩૨૫૦થી ૩૯૦૦ હતા.રાજકોટમાં ૨૫૦ કટ્ટાની આવક હતી. સાઉથના નવા કોપમાં ગોલ્ડન યેલ્લો ક્વોલિટીના પહોંચમાં રૂ.૧૭૧ પ્રતિ કિલોના હતા.