દિલ્હી ચણામાં વધુ રૂ.૨૫ ઘટીને ભાવ રૂ.૫૯૦૦થી ૬૦૦૦ની સપાટી પર આવ્યાં, ચણાના બજાર કેવા રહેશે

ચણાની બજાર
Views: 562

ચલાની બજારમાં વૃધુ રૂ.૨૫નો ઘટાડો હતો. દેશમાં ચણાની આવકો હવે દરેક સેન્ટરમાં વધી રહી છે. આગામી દશેક દિવસ તબક્કાવાર આવકો વધશે અને માર્ચ મહિનાથી આવકો ઝડપથી વધે તેવી સંભાવના છે. ચણાની બજારમાં જો આ વર્ષે સરકાર સમયસર ખરીદી શરૂ નહીં કરે તો બજારો ટેકાના ભાવથી નીચે સરકતા વાર લાગે તેમ નથી. આ વર્ષ સરકારને ચણા પુરતી માત્રામાં મળી જાય તેવી સંભાવના છે.

રાજકોટમાં દેશી ચણાની ૩૩૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ ગુજરાત મિલ્સ ૩માં રૂ.૧૦૦૦થી ૧૦૭૫, સુપર-૩માં રૂ.૧૦૮૦થી ૧૧૦૫, કાટાવાડામાં રૂ.૧૩૫૦ થી ૧૪૪૦ હતા.

કાબુલી ચણામાં 300 કટ્ટાની આવક હતી અને ભાવ બીટકીમાં રૂ.૧૦૭૦થી ૧૧૩૦, વીટમાં રૂ. ૧૨૦૦થી ૧૫૦૦, કાબુલીમાં રૂ.૧૭૫૦થી રૂ.૨૧૨૦ ના હતાં.રાજકોટમાં નવા ચણાના ભાવ મિલ ડિલીવરી રૂ.૫૬૬૧ અને નેટ ગોડાઉન ડિલીવરીનો ભાવ રૂ.૫૪૬૧ હતા.

નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનનાં ચણાનો ભાવ રૂ.૬૦૦૦ અને એમ.પી. લાઈનનો ભાવ રૂ.૫૯૦૦ હતો. ભાવમાં રૂ.૨૫નો ઘટાડો થયો છે. તાન્ઝાનિયાના આયાતી નવા ચણાનાં ભાવ રૂ.૫૭૦૦ હતા. ઓસ્ટ્રેલિયાના ભાવ રૂ.૫૬૭૫ હતા. સુદાન કાબુલીનો ભાવ રૂ.૬૩00 હતો. હાજર બજારમાં ચણાના ભાવ આકોલા દેશીમાં રૂ.૫૭૭૫થી ૫૮૦૦, લાતુર મિલ ક્વોલિટીના ભાવ રૂ.૫૭૫૦-૫૮૫૦ હતા. રાવપુર મહારાષ્ટ્ર લાઈનના ભાવ રૂ.૫૯૭૫થી ૬૦૦૦ હતા.

ઈન્ડોરમાં કાંટાવાળાના રૂ.૬૦૦૦ ભાવ હતાં. ઈન્દોર કાબુલી ચણાનો ભાવ ૪૨-૪૪ કાઉન્ટમાં રૂ.૧૧,૨૦૦ હતો. ૫૮-૯૦ કાઉન્ટનો ભાવ રૂ.૯,૨૫૦ ક્વોટ થતો હતો. ભાવમાં સ્થિરતા હતી.

જીરુંમાં તેજી આવશે, ફેબ્રુઆરી અને માર્ચમાં જીરુંની બજાર કેવી રહેશે જાણો
આજે ઘઉમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના ઘઉ ના બજાર ભાવ,21/02/2025 ના તમામ માર્કેટ યાર્ડ ના ભાવ જાણો

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up