ગુજરાતમાં ઘઉંનું ટેન્ડર ખુબ જ નીચા ભાવથી અને નીચામાં એક બીડ રૂ.૨૪૮૭ સુધીની પણ ગઈ હોવાથી ઘઉંની બજારમાં આજે એક દિવસમાં રૂ.૫૦થી ૧૦૦ નીકળી ગયા હતા. ઉંચામાં એવરેજ રૂ.૨૮૦૦થી ૨૮૫૦ની વચ્ચેની બીડ હતી, જે અગાઉ રૂ.૩૦૦૦ની ઉપર પણ ગઈ હતી. સરકારે આગામી સપ્તાહે પણ ઘઉંનું ટેન્ડર ૧.૫૦ લાખ ટનનું જે બહાર પાડયું છે. ફેબ્રુઆરી મહિનાથી ટેન્ડરની માત્રા વધારે તેવી સંભાવનાં દેખાય રહી છે.
અમદાવાદની મિલોના ભાવ રૂ.૩૧૨૦, બરોડાની સિલોના ભાવ રૂ.૩૨૪૦ અને સુરતની મિલો રૂ.૩૨૭૦ htl. હિંમતનગરનાં રૂ.૩૧૩૦ના ભાવ હતા.
રાજકોટમાં ઘઉંની ૬૦૦ ગુણીની આવક હતી અને અને ભાવ મિલભર ક્વોલિટીમાં રૂ.૫૮૫ થી ૫૯૫, એવરેજ રૂ.૬૦૦થી ૬૩૫, સારી ક્વોલિટીમાં રૂ.૬૪૦થી ૬૭૦ હતા.ગોંડલ પાર્કમાં ૯૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૫૭૦થી ૯૩૦ અને ટૂંકડામાં રૂ.૫૯૦થી ૬૮૬ હતા.
હિંમતનગરમાં ૫૦ ગુણીની આવક હતી અને ભાવ મિલ ક્વોલિટીમાં રૂ.૯૧૦, મિડીયમમાં રૂ.૬૩૦થી ૨૪૦ અને સારી ક્વોલિટીમાં ૩,૬૫૦થી ૭૦૦ના ભાવ હતા.
વૈશ્વિક ઘઉંની બજારમાં ઘટાડો હતો. બેન્ચમાર્ક શિકાગો થઉં વાયદો ૪.૪૯ સેન્ટ ઘટીને ૫.૫૧ ડોલરની સપાટી જોવા મળી હતી. ઘઉં ભાવમાં સપ્તાહમાં અઢી ટકા વધ્યા હતા.