ધાણાની બજારમાં ભાવ સ્ટેબલથી નરમ રહ્યા હતા. ખાસ આવકો વધતી નથી, પરંતુ બીજી તરફ નવા ધાણાની આવકો ચાલુ થઈ ગઈ છે. ગોડલમાં નવા પાલાની ૪૦૦ કફાની આવક હતી અને ભાવ પાણાના રૂ.૯૫૧થી ૧૭૭૬ અને ધાણીના રૂ.૧૩૦૦થી ૨૫૦૧ હતા.
ધાણા ના વેપારીઓ કહે છેકે આગામી દશેક દિવસમાં નવા ધાણાની આવકો વધતી જશે. સૌરાષ્ટ્રમાં દરેક સેન્ટરમાં ૧૫મી ફેબ્રુઆરી બાદ આવકો આવવા લાગે તેવી ધારણાં છે.આ સપ્તાહ વાતાવરણ વાદળછાયું રહેવાની આગાહી છે, પરંતુ આગળ ઉપર પાણાની બજારમાં વેચવાલી કેવી આવે તેનાઉપર બજારનો આધાર રહેલો છે.
ધાણાનો એપ્રિલ વાયદો રૂ.૨ ઘટીને રૂ.૮૧૨૪ની સપાટી પર બંધ રહ્યો હતો.
ધાણા નાં નિકાસ ભાવ મુન્દ્રા ડિલીવરીના ઈંગલ ક્વોલિટીમાં મશીનક્લીનના રૂ. ૭૯૫૦ અને શોર્ટેક્સનો ભાવ રૂ.૮૦૦૦ હતો. જ્યારે સ્પીલ્ટ ક્વોલિટીમાં મશીન ક્લીનના રૂ.૭૪૦૦ અને શોર્ટક્સમાં રૂ.૭૫૦૦ના હતા. નવા ક્રોપ ૨૦૨૫ના ધાણાનો ભાવ મશીનલીન રૂ.૮૨૦૦, શોટેક્સ રૂ.૮૩૦૦ હતા.
રામગંજ મંડીમાં ૪૦૦૦ બોરીની આવક હતી અને ભાવ સ્ટેબલ હતા. પાણાના ભાવ બદામીમાં રૂ.૬૪૦૦થી ૬૭૦૦, ઈગલમાં રૂ.૬૭૫૦થી ૩૧૦૦, સ્કુટર રૂ.૭૨૫૦થી ૭૯૫૦ અને કલરવાળામાં રૂ.૭૭૫૦થી ૮૮૦૦ના ભાવ હતા.