ધાણાની બજારમા મંદીનો દોર યથાવત છે. વાયદો આજે રૂ.૭૦૦૦ની અંદર બંધ રહ્યો હતો, જે ટેકનિકલી વધુ મંદીના સંકેત આપે છે. પાછામાં વાયદા રૂ.૭૪૦૦થી રૂ.૭૦૦૦ પહોંચી ગયા હોવાથી હાજર બજારમાં પણ હવે ઘટાડાની ધારણાં છે. હાજરમાં મણે રૂ.૫૦ જેવો ઘટાડો થઈ ચુક્યો છે, પરંતુ હજી બજારો વધુ ધટે તેવી શક્યતા છે.
ધાણાનાં વેપારીઓ કહે છેકે હાલનાં તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને આગળ ઉપર જો ભજારમાં લેવાલી સારી આવશે તો બજારને ટેકો મળી શકે છે. ધાણામાં આગળ ઉપર હવે બજારો થોડા નરમ રહી શકે છે. આયાતી ધાણા પણ બજારમાં આવવાની તૈયારીમાં છે.જેને કારણે હવે કોઈ નવી ખરીદી જરૂરિયાતથી વધારે કરવાનાં મૂડમાં નથી.
વાયદા તુટ્યાં હોવાથી હવે હાજર બજારમાં પણ ધાણાની બજારો ઘટશે
ધાણાનો બેન્ચમાર્ક વાયદો રૂ.૬૮ ઘટીને રૂ.૬૯૩૦ની સપાટી પર બંધ રહ્યો હતો. રામગંજ મંડીમાં ૫૫૦૦ બોરીની આવક હતી અને ભાવ રૂ.૫૦થી ૭૫ ઘટયાં હતા.
ધાણાના નિકાસ ભાવ સૌરાષ્ટ્ર ઈગલ ક્વોલિટીમાં મશીનમાં રૂ.૭૨૫૦, શોર્ટકર્ટ્સ રુ.૭૩૫૦, સ્પીલ્ટ ક્વોલિટીમા મશીન ક્લીન રુ.૬૬૦૦ અને શોર્ટકર્ટ્સ રૂ.૬૭૦૦ હતા.