ધાણા વાયદામાં ભાવ સ્ટેબલ, નવા ધાણાની આવકમાં સતત વધારો જોવાયો, ભાવ કેવા રહેશે

ધાણાની બજાર
Views: 2K

ધાણાની બજારમાં ભાવ ટકેલા રહ્યાં હતાં. હાજર કે વાયદા બજારમાં કોઈ મોટી મુવમેન્ટ નથી. દરેક બાયર-સેલર અત્યારે દુબઈમાં ગલ્ફ ફુડમાં વ્યસ્ત છે અને ત્યાં નિકાસ વેપારો કેટલા થાય છે ઉપર નજર રાખીને બેઠા છે. જો નીચા ભાવની ઓફર આવશે તો નિકાસ વેપારો સારા થશે અને તેને પગલે ભારતીય ધાણાની બજારમાં કિલોએ રૂ.૪થી ૫નો સુધારો થાય તેવી સંભાવના છે.

ધાણા એપ્રિલ વાયદો રૂ.૬ વધીને રૂ.૮૧૯૦ની સપાટી પર બંધ રહ્યો હતા. રાજકોટમાં નવા ધાણાના ભાવ રૂ.૧૦૫૦થી ૧૪૦૦ અને સુકા કલરવાલા માલમાં રૂ.૧૪૫૦થી ૧૯૫૦ હતા. સુકી ધાણીનો ભાવ રૂ.૧૬૦૦થી ૨૩૫૦ વચ્ચે  હતાં. ગોંડલમાં નવા ધાણાના ભાવ રૂ.૮૦૧થી ૨૧૫૧ અને પાણીનો ભાવ રૂ.૯૦૧થી ૩૩૫૧નો હતો. પાણીમાં કલરવાળા માલમાં ડિમાન્ડ સારી છે.

ધાણાનાં નિકાસ ભાવ મુન્દ્રા ડિલીવરીના ઈગલ કવોલિટીમાં મશીનકલીનના રૂ.૭૯૦૦ અને શોર્ટક્સનો ભાવ રૂ.૮૦૦૦ હતો. જ્યારે સ્પીલ્ટ ક્વોલિટીમાં મશીન કક્લીનના રૂ.૭૭૦૦ અને શોર્ટેક્સમાં રૂ.૩૪૦૦ના હતા.

રામમંજ મંડીમાં ૨૮૦૦ બોરીની આવકો હતી અને ભાવ રૂ.૫૦ ધટયા હતા.નવા ધાણાની ૧૩૦૦ કટ્ટા ની આવક હતી અને અને તેમા ૨૦૦ ધટયા હતા.ધાણાના ભાવ બદામી મા રૂ.૬૩૫૦ થી ૬૭૫૦, ઈગલમા ૬૮૦૦ થી ૭૧૦૦, સ્કુટર રુ.૭૨૫૦ થી ૭૫૫૦ અને કલર વાળા મા રૂ.૭૮૦૦ થી ૮૭૦૦ ના ભાવ હતા.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 20-02-2025 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
નવાં જીરુંની આવકો શરું, જીરુંમાં ૫૦૦ નો ઉછાળો, ભાવ ૫૦૦૦ સુધી, જાણો જીરુંની બજાર કેવી રહેશે

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up