આ વખતે વધુ વરસાદ થવાથી ધન-ધાન્યમાં ભારે હાની થવામાં હતી અને હજી પણ પાછોતરો વરસાદ થઈ ગયેલ છે. હાથીયો ગાજવીજ સાથે ભીન્ન ભીન્ન ભાગમાં વરસી રહ્યો છે. હવે ૧ ઓક્ટોબર થી રાજ્યમાં વાતાવરણ ખુલ્લુ જોવા મળશે. અતિશય ગરમી લગભગ દિવાળી ના સમય મા મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી સુધી જય શકે છે.
૩ ઓક્ટોબર આસપાસ બંગાળનાં ઉપસાગર માં સિસ્ટમ બનશે. દોઢ કિલોમીટર સુધીના પૂર્વીય રાજસ્થાનના ભાગમાં એન્ટીસાયકલોન બનશે અને ધીરે ધીરે ચોમાસું વિદાય લેશે.હાથી નક્ષત્રમાં ઓક્ટોબર ની શરુઆત સુધીમાં તો ચોમાસું ધણા વિસ્તારમાંથી વિદાય લય ગયું હશે.
હાથી નક્ષત્રમાં ભૂર પવન વાય છે અને ચોખ્ખો ભૂર પવન ના થાય ત્યાં સુધી પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે ચોમાસાની વિદાય ના કહેવાય. સામાન્ય રીતે હાથી નક્ષત્રમાં ચોમાસું વિદાય લેતું હોય છે.
આ વખતે નવરાત્રીના ભાગમાં પણ કોઈ કોઈ ભાગમાં હાથીયો ગાજવીજ સાથે છાંટા કે ક્યાં વરસાદ વરસાવી શકે છે. તા.૧૦-૧૧ ઓક્ટોબરમાં ચિત્રા નક્ષત્રમાં નવરાત્રીના સમયમાં વરસાદ આવી શકે છે. શરદ પૂનમના દિવસોમાં દરિયાકિનારે ભારે પવનનું જોર રહેસે અને શરદ પવન પછી વાદળછાયું બની જશે. આ વખતે ઓક્ટોબર માસમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે.