પરેશ ગૌસ્વામીએ ફરી તેની યુટ્યુબ ચેનલ પરથી ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ૨૪ થી ૩૦ સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીની સિસ્ટમ ની અસર ગુજરાતમાં જોવા મળશે, એટલે ભારે વરસાદ નો રાઉન્ડ આવશે.સાથે ગરમી મા પણ વધારો થશે તાપમાન ૩૩-૩૫ ડીગ્રી રહેશે અને પવન નોર્મલ ૧૦ થી ૧૫ કિમી ની ઝડપે ચોમાસું પશ્ચિમ દિશાના રહેશે તેવી શક્યતા છે.
19,20,21 તારીખે છુટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ
બંગાળની ખાડી તરફથી મધ્યપ્રદેશ સુધી આવેલ ડિપ્રેશન સિસ્ટમ હવે નબળી પડી વેલમાર્ક લૉ પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને અત્યારે મધ્યપ્રદેશના પૂર્વ રાજસ્થાન અને ઉતરપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર સ્થિત છે, આ સિસ્ટમ આગામી 24 કલાકમાં પશ્ચિમ ઉતર પશ્ચિમ દિશા તરફ ખસી વધુ નબળી પડી લૉ પ્રેશરમાં ફેરવાઈ પૂર્વ રાજસ્થાનના જયપુર આસપાસ અને લાગુ ઉતર પ્રદેશના વિસ્તારો ઉપર આવશે. ત્યારબાદ આ સિસ્ટમનું આનુષંગિક 700hpa ઊંચાઈનું વિક UAC દક્ષિણપૂર્વ રાજસ્થાનના વિસ્તારો ઉપર બે-ત્રણ દિવસ સુધી છવાયેલું રહી શકે જેને લઇને 19 થી 22 તારીખ સુધી વાતાવરણના મીડ લેવલે ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપર ભેજના પ્રમાણમાં વધારો થાય અને કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં અને ખૂબ છૂટા છવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. વધુ અસર પૂર્વ-મધ્ય-દક્ષિણ ગુજરાતના વિસ્તારો તથા સૌરાષ્ટ્રમાં પૂર્વ-દક્ષિણ તરફના જિલ્લાઓમાં રહેશે. અસર ખૂબ સીમિત વિસ્તારો પૂરતી હશે જેમાં પણ દક્ષિણ ગુજરાતના એકલ દોકલ વિસ્તાર સિવાય ખાસ કોઈ ભારે વરસાદ પડવાની સંભાવના હાલ ખૂબ ઓછી દેખાય રહી છે.
24 થી 30 સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ 22-23 તારીખે આકાર લઇ શકે જે અત્યારે દેખાતી શક્યતા મુજબ પશ્ચિમ દિશામાં આગળ વધી 26 તારીખ આસપાસ પશ્ચિમ મધ્યપ્રદેશ અને લાગુ મહારાષ્ટ્રના વિસ્તારો સુધી આવશે. કેટલાક મોડેલ આ સિસ્ટમ ગુજરાત સુધી પણ આવે તેવું બતાવી રહ્યા છે, હાલ આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં કેટલાક સ્થળે 24 થી 30 તારીખમાં હળવો મધ્યમ અને સીમિત વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. દેશના ઉતર પશ્ચિમ છેડાના ભાગોમાંથી આ તારીખોમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા પણ શરૂ થતી હોય છે જેને લઇને વાતાવરણમાં ખૂબ ઝડપી ફેરફારો થતા હોય જે આ સિસ્ટમના ટ્રેકને પણ અસર કરી શકે જેથી આ આગોતરા એંધાણમાં પણ ફેરફાર થવાની સંભાવના રહેલી છે તે ખાસ ધ્યાને લેવું.