પરેશ ગૌસ્વામીએ ફરી એકવાર કાતિલ ઠંડીની આગાહી કરી છે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાય શકે છે.
આ સાથે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે કોલ્ડ વેવનો રાઉન્ડ જાન્યુઆરી મહિનામાં જોવા મળશે જેથી ગુજરાતમાં કડકડતી ઠંડીમાં વધારો થશે , 5 થી 15 જાન્યુઆરી દરમિયાન પણ રાજ્યમાં તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે. આ દરમિયાન ઠંડી છેલ્લા 5 થી 7 વર્ષનો રેકોર્ડ તોડશે.
આજથી રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં આજે 15 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદના પાછલા 24 કલાકમાં 2.5 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. હવેથી અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. ઉત્તરથી ઉત્તર પૂર્વીય દિશામાં પવન ફૂંકાઈ રહ્યાં છે