હાલ ગુજરાતમાં સામાન્ય અમુક જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ઓગસ્ટ મહિનામાં ૨ વરસાદી રાઉન્ડ ની આગાહી કરી છે આ સાથે ઓગસ્ટ ના છેલ્લા સપ્તાહમાં ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.
પરેશ ગૌસ્વામીની આગાહી મુજબ આગામી ૧૭ ઓગસ્ટ સુધી અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે ભેજના કારણે અને બાકીના વિસ્તારોમાં વરાપ જોવા મળશે.
17-18 ઓગસ્ટ થી વરસાદ નો નવો રાઉન્ડ શરૂ થશે,આ રાઉન્ડ 22 તારીખ સુધી ચાલશે, આ રાઉન્ડમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે અને આ રાઉન્ડ સાવૅત્રીક નહીં હોય અમુક વિસ્તારોમાં ભારે ઝાપટાં પડી શકે છે. તેવું અનુમાન છે.
17 થી 22 ઓગસ્ટમાં વરસાદની સંભાવના
આ રાઉન્ડ બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમ ને કારણે જોવા મળશે તેની અસર ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતમાં વધુ જોવા મળશે જેમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય હળવા વરસાદની સંભાવના છે.
23 થી 30 ઓગસ્ટ ના સેશનમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડતો હોય છે તેના સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાય શકે છે. પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આ રાઉન્ડમાં જુલાઈ મહિનામાં અતિભારે વરસાદ નોંધાયો હતો તેવો ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં પડશે તેવું અનુમાન છે.
22 થી 30 ઓગસ્ટમાં અતિભારે વરસાદ
22થી 30 તારીખ દરમિયાન ખૂબ સારા વરસાદ નોંધાશે. અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે તેવા પણ વરસાદ નોંધાઇ શકે છે. ખાસ કરીને ગુજરાતમાં કેટલાક વિસ્તારો એવા છે જે વરસાદથી વંચિત છે એવા વિસ્તારોને પણ કદાચ આ વરસાદનો લાભ મળી શકે છે. આ મોટી સિસ્ટમ હશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ની શક્યતા ઓ છે.