૬ સપ્ટેમ્બરથી ફરી સાર્વત્રિક વરસાદ એક અઠવાડિયા સુધી અનરાધાર મેઘોના મંડાણ થશે : લીલો દુષ્કાળની ભિતી ?
સૌરાષ્ટ્રના રાજકોટ મોરબી વચ્ચે આવેલા ટંકારા પંથકના હવામાન નિષ્ણાતના અગાઉ અકિલામાં જણાવ્યા મુજબ જન્માષ્ટમીમાં અવિરત મેધમહેર અને નદીનાળા બે કાંઠે વહેવાની આગાહી મુજબ વરસાદ પડ્યો છે ત્યારે ફરી ભાદરવે ભરપુર અને ધોડાપુરની સંભાવના સાથે સુર્યે નક્ષત્ર પુર્વફાલ્ગુની તારીખ ૩૦-૮-૨૦૨૪ ને શુક્રવારે સમય ૧૫.૪૫ મિનિટે બેઠું છે. તેમનું વાહન ઉંદર છે. તારીખ ૧૩ સપ્ટેમ્બરે ચંદ્ર નક્ષત્ર પૂર્વષાઢા છે. જો પુર્વષાઢા ધડકયા તો નદીમાં નીર ન સમાઈ. પુર્વષાઢા નક્ષત્રના સ્વામી વરૂણ દેવ છે. પુર્વ ફાલ્ગુની નક્ષત્રમાં તારીખ ૬ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ થશે.
સુર્ય નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની તારીખ ૧૩-૯-૨૦૨૪ ને શુક્રવારે ૯.૩૬ મિનિટે બેસે છે. જેનું વાહન હાથી છે. તેમાંય ભારેથી અતિભારે વરસાદ થઈ શકે. આ ઉપરાંત સૂર્ય નક્ષત્ર હસ્ત (હાથિયો) ૨૬-૯-૨૦૨૪ ને ગુરૂવારે ૨૫.૧૧ મિનીટે બેસે છે . તેનું વાહન મોરનું છે.
ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ઉતરતા અને હાથિયો નક્ષત્ર બેસતા તારીખ ૨૫-૨૬-૨૭ માં ભારેથી અતિભારે વરસાદ થશે. એટલે કે ભાદરવો મહિનો આખો વરસાદથી ભરપુર છે. અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ અને અમુક વિસ્તારમાં લીલો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે
છે. હાથીઓ ગાજીને નૈઋત્ય ચોમાસુ વિદાય લેશે. હજુ પણ એક અંક સાથે માવઠાની આગાહી રજુ કરશું. આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંપરા છે તેના ઉપરથી અંદાજ અને અનુમાન કરી શકાય છે. બાકી બધું કુદરતને આધીન છે તેમ કિશોરભાઈ ભાડજા (ગામ નેસડા – ખાનપર તા. ટંકારા- મોરબી જણાવે છે.